ચંડીગઢ: અમૃતપાલે તંત્રને દોડતું કર્યું છે. ફક્ત ભારત જ નહીં નેપાળમાં પણ તેની શોધખોળ ચાલુ છે. ત્યારે પંજાબ પોલીસની કાર્યવાહી બાદ હજુ સુધી ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે અત્યાર સુધીમાં તેના અનેક સાથીઓની ધરપકડ કરી છે. પરંતુ હવે અમૃતપાલના સમર્થકોને જેલમાંથી છોડાવવાના પ્રયાસો શરૂ થયા છે. શીખોના સંગઠન જતેદાર અકાલ તખ્તે અમૃતપાલના સહયોગીઓને 24 કલાકમાં મુક્ત કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
ADVERTISEMENT
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના વડા હરજિન્દર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે સરકારે 24 કલાકની અંદર અમૃતપાલના સહયોગીઓને મુક્ત કરવા જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો એસજીપીસી સંગઠન ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરશે. ધામીએ આવા લોકોને કહ્યું છે કે જેમના પરિવારના સભ્યો આ કેસમાં પંજાબ પોલીસ દ્વારા પકડાયા છે, તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે. SGPCએ કહ્યું છે કે તે પરિવારોનો સંપર્ક કર્યા બાદ કોર્ટમાં અરજી કરવામાં આવશે.
અમૃતપાલ સામે અત્યાર સુધીની કાર્યવાહી હરજિન્દર સિંહ ધામીએ મીડિયા કવરેજને શીખોને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. ધામીએ કહ્યું છે કે તેઓ નેશનલ મીડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરશે.સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે અમૃતપાલ યુપી થઈને નેપાળ ભાગી શકે છે. આ જ કારણ છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરાખંડ બાદ હવે નેપાળમાં પણ તેની શોધ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું? યુવરાજસિંહ જાડેજાને છે આવી આશંકા
નેપાળમાં પણ તેની શોધખોળ શરૂ
ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસની ટીમ તેને નેપાળમાં શોધી રહી છે. 20 માર્ચે હરિયાણા બાદ અમૃતપાલ ક્યાં ગયો, પંજાબ પોલીસને કોઈ નક્કર સુરાગ મળી શક્યો નથી. આ માહિતી સામે આવી છે કે 23 માર્ચે અમૃતપાલ યુપીના લખીમપુર ખેરીમાં હતો. નેપાળ બોર્ડર અહીંથી થોડા કલાકો દૂર છે. એવી આશંકા છે કે તે નેપાળ ભાગી ગયો હોય. તેથી નેપાળમાં પણ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમૃતપાલના સહયોગીઓને આજે અજનાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેણે અહીં તેનું મેડિકલ કરાવ્યું, જેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના બે સાથીઓ એચઆઈવી પોઝીટીવ છે. ત્યારે અકાલ તખ્તના જથેદાર હરપ્રીત સિંહે ભાગેડુ અમૃતપાલ સિંહને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા અને તપાસમાં સહયોગ કરવાની અપીલ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
