ગેંગ્સ્ટર ગોલ્ડી બરાડને સરકારે આતંકવાદી જાહેર કર્યો, ખાલિસ્તાનીઓ સાથે હતો સંબંધ

Gangster Goldy Brar: કેન્દ્ર સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. Goldy Brar Declared As Terrorist:…

Goldi Barar Terrorist

Goldi Barar Terrorist

follow google news

Gangster Goldy Brar: કેન્દ્ર સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

Goldy Brar Declared As Terrorist: કેન્દ્ર સરકારે સોમવારે (1 જાન્યુઆરી) ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, ગોલ્ડી બ્રારને સરહદ પાર સ્થિત આતંકવાદી એજન્સીઓનું સમર્થન છે અને તે અનેક હત્યાઓમાં સામેલ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બ્રાર રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવામાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કરવામાં સંડોવાયેલો છે. તે રાષ્ટ્ર માટે ખતરો છે.

    follow whatsapp