Salman Khan ના ઘરની બહાર ફાયરિંગથી હડકંપ, પોલીસ તંત્ર થયું દોડતું; વધારાઈ અભિનેતાની સુરક્ષા

Gujarat Tak

14 Apr 2024 (अपडेटेड: Apr 14 2024 10:02 AM)

Salman Shan House Firing News: બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ધમકીઓ બાદથી સલમાન ખાન ખૂબ જ ટાઈટ સિક્યોરિટીમાં રહે છે.

Salman Shan House Firing News

સલામાન ખાનના ઘરની બહાર ધડાધડ ફાયરિંગ

follow google news

Salman Shan House Firing News:  બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ધમકીઓ બાદથી સલમાન ખાન ખૂબ જ ટાઈટ સિક્યોરિટીમાં રહે છે. પરંતુ ટાઈટ સિક્યોરિટી હોવા છતાં આજે સવારે 4.50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું, જે બાદ ફેન્સની વચ્ચે અફરાતફરી મચી ગઈ છે. 

આ પણ વાંચો

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ 

મળતી માહિતી મુજબ, સવારે 4.50 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે હાલ તેઓની ઓળખ થઈ શકી નથી. આ મામલે તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે.

પોલીસે તપાસ હાથ ધરી

હુમલાખોરોએ કેવી રીતે સલમાન ખાનના એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું, તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. એપાર્ટમેન્ટની દિવાલ પર પણ ગોળીઓના નિશાન જોવા મળ્યા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે તેની તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે  પહોંતી છે. સલમાન ખાનના બંગલાની બહાર ગોળી કોણે ચલાવી તે હજુ તપાસનો વિષય છે, પરંતુ હાલ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.


ફેન્સ ચિંતામાં મુકાયા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના સમાચાર સામે આવતા જ ફેન્સ ચિંતામાં મુકાયા છે. દરેક વ્યક્તિ સલમાન ખાનની સુરક્ષાને લઈને ચિંતિત છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગનો મામલો ઘણો ગંભીર છે.


 

    follow whatsapp