નવી દિલ્હી : આસામના ભાજપ કિસાન મોરચાના સેક્રેટરીએ આત્મહત્યા કરી લીધી છે. મહિલા નેતાની પાર્ટીના એક અન્ય વરિષ્ઠ નેતાની સાથે ખુબ જ અંગત તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ ગઇ. ત્યાર બાદ તેમણે આત્મહત્યા જેવું પગલું ઉઠાવી લીધું. ઘટના શુક્રવારે રાત્રે ગુવાહાટીના બામુનિમૈદાન વિસ્તારમાં થઇ. મૃતકની ઓળખ રાજ્ય ભાજપના પ્રમુખ સભ્ય ઇંદ્રાણી તહબિલદાર તરીકે થઇ છે. તહબિલદારે ચેમ્બર બેંક ઓફ કોમર્સના ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તેઓ કિસાન મોર્ચામાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ નેત્રીનું ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત નિપજ્યું છે. તો બીજી તરફ પોલીસ હાલ તપાસ ચાલી રહી હોવાનો સરકારી જવાબ આપી રહી છે.
ADVERTISEMENT
કથિત મહિલા નેતાની તસ્વીરો વાયરલ થઇ હતી
સુત્રો અનુસાર તહબિલદાર એક અન્ય ભાજપ નેતાની સાથે વિવાહોત્તર સંબંધમાં હતી, જે તેમનું ઘર ભાડે રાખીને રહેતો હતો. કથિત કપલની તસ્વીરો હાલમાં જ ઓનલાઇન લીક થઇ ગઇ હતી. દાવો છે કે, મહિલા ભાજપ નેતાએ પોતાની ખુબ જ અંગત તસ્વીરો જાહેર થયા બાદ આ પગલો ઉઠાવ્યો હતો.
(સેક્સ સીડીમાં રહેલા નેતાને સસ્પેન્ડ કરાયા)
પોલીસે કહ્યું સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે
મધ્ય ગુવાહાટીના ડીસીપી દીપક ચૌધરીએ કહ્યું કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહ્યા છે. તે અંગે અપ્રાકૃતિક મોત માનવામાં આવ્યું અને તપાસ શરૂ કરવામાં આવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે અત્યાર સુધી અમને કોઇ અન્ય વ્યક્તિની સાથે મૃતકની અંતરંગ તસ્વીરો લીક થવા અંગે એવી ફરિયાદ નથી મળી. પરંતુ અમે દરેક પાસા પર નજર રાખી રહ્યા છીએ. તહબિલદારના શબ પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
