Exit Poll 2024: સિદ્ધુ મુસેવાલાને યાદ કરીને રાહુલ ગાંધીએ આ શું કહી દીધું....પરિણામ પહેલા મોટો દાવો

Rahul Gandhi Statement On Exit Poll 2024 : લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા એક્ઝિટ પોલ (Exit Poll)ના આંકડા સામે આવી ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલે ત્રીજીવાર NDA સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે.

રાહુલ ગાંધીએ સિદ્ધુ મુસેવાલાને કર્યા યાદ!

Rahul Gandhi Statement On Exit Poll 2024

follow google news

Rahul Gandhi Statement On Exit Poll 2024 : લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા એક્ઝિટ પોલ (Exit Poll)ના આંકડા સામે આવી ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલે ત્રીજીવાર NDA સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મહાગઠબંધનની જીત નિશ્ચિત છે. 

એક્ઝિટ પોલ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

એક્ઝિટ પોલના આંકડા વિશે વાત કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, આ એક્ઝિટ પોલ નથી, પરંતુ તેનું નામ મોદી મીડિયા પોલ છે. તેમણે એક્ઝિટ પોલના આંકડાને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. 

અમે 295 સીટો જીતીશુંઃ રાહુલ ગાંધી

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે મહાગઠબંધનને કેટલી સીટો મળી શકે છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે શું તમે સિદ્ધુ મુસેવાલાનું ગીત '295' સાંભળ્યું છે? સાંભળી લો, તમને બધું સમજાઈ જશે. અમે 295 સીટો જીતીશું. 

નરેન્દ્ર મોદી ફરી બનશે PM: સર્વે

તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. ઘણા એક્ઝિટ પોલે NDAને 400થી વધુ સીટો આપી છે.

 
 

    follow whatsapp