મેહુલ ચોક્સી નજર સામે હશે તો પણ ભારતીય અધિકારી પકડી નહી શકે, ઇન્ટરપોલના નિર્ણયથી મોટો ઝટકો

Krutarth

• 04:14 PM • 20 Mar 2023

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કનું ફૂલેકું ફેરવીને એન્ટીગુઓમાં છુપાયેલા ભારતના ભાગેડુ મેહુલ ચોકસીને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી રાહત મળી છે. ઈન્ટરપોલે તેને રેડ કોર્નર…

gujarattak
follow google news

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કનું ફૂલેકું ફેરવીને એન્ટીગુઓમાં છુપાયેલા ભારતના ભાગેડુ મેહુલ ચોકસીને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી રાહત મળી છે. ઈન્ટરપોલે તેને રેડ કોર્નર નોટીસમાંથી હટાવી દેતા હવે તે ભારત સિવાય ઇચ્છે ત્યાં જઇ શકે છે. હવે તેના વિદેશ ગમન પર કોઇ પ્રતિબંધ નહી રહે. જેના કારણે હવે તે ગમે તે દેશમાં સરળતાથી આવી જઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેડ કોર્નર યાદીમાંથી નામ હટતા આ ઠગને ભારત લાવવા માટેના પ્રયાસોને મોટો ઝટકો લાગી શકે છે.

આ પણ વાંચો

ઇન્ટરપોલે રેડ કોર્નર યાદીમાંથી નામ હટાવી દીધું
ઈન્ટરપોલે આ કેસમાં મેહુલ ચોકસીને પ્રાથમિક દ્રષ્ટિએ દોષીત નહી ઠેરવતા યાદીમાંથી નામ હટાવી દીધું છે. આ ઉપરાંત ભારતીય એજન્સીઓએ મેહુલનું અપહરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કર્યો છે. ઈન્ટરપોલે પોતાનો આદેશ જાહેર કરીને કહ્યું છે કે, મેહુલ ચોક્સીના ભારત તરફથી પ્રત્યાર્પણનો પ્રયાસ તેના અપહરણની યોજના હોવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી હતી. ઇન્ટરપોલે પોતાના આદેશમાં આગળ લખ્યું કે જો મેહુલ ભારત પરત ફરશે તો જરૂરી નથી કે તેને નિષ્પક્ષ તપાસ અને ટ્રાયલની સુવિધા તેને મળી શકે. તેઓએ રેડ નોટિસ હટાવતા કહ્યું કે, તેને ફેર ટ્રાયલ મળે તેની શક્યતા નહીવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસીએ ગયા વર્ષે ઇન્ટરપોલને અપીલ કરી હતી કે તે તેના પર રેડ નોટિસ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે.

રેડ કોર્નર નોટિસમાંથી નામ હટ્યા બાદ ચોક્સી ઇચ્છે ત્યાં ફરી શકશે
રેડ નોટિસ હટાવ્યા બાદ મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડા દેશની બહાર નિકળી શકશે. હવે તે ગમે તે દેશમાં ઇચ્છે ત્યાં જઇ શકે છે. મેહુલ ચોક્સી પાસે એન્ટીગુઆ અને બારબુડા દેશોની નાગરિકતા છે. લાંબા સમયથી તેને ભારત પરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જો કે ભારત દ્વારા ઇન્ટરપોલ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો ભરપુર વિરોધ કરવામાં આવ્યો હતો. ઇન્ટરપોલનો મનસ્વી નિર્ણય ગણાવવામાં આવ્યો હતો.

ભારતને ઇન્ટરપોલ દ્વારા સૌથી મોટો ઝટકો
ભારતનો તર્ક છે કે, જો મેહુલ ચોકસી પરથી રેડ નોટિસ હટાવી લેવામાં આવે તો તે એન્ટિગુઆથી ગમે તે દેશમાં જઇ શકે છે. હાલ તેના પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહી ખૂબ જ કટોકટીભર્યા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેવામાં રેડ કોર્નર નોટિસ હટાવવી કોઇ પણ રીતે યોગ્ય નથી. મેહુલ ચોક્સી ભારતમાં ઘણા કેસોમાં વોન્ટેડ છે. ભારતમાં તેનું પ્રત્યાર્પણ થાય તે ખુબ જ જરૂરી છે. તેવામાં ઇન્ટરપોલનું આ પગલું ભારત માટે ખુબ જ આઘાતજનક ગણવામાં આવી રહ્યું છે.

    follow whatsapp