‘અમને લાગ્યું જૂતું મારશે…’, લોકસભામાં સ્પ્રે કરી રહેલા આરોપીને પકડનારા સાંસદે આખી ઘટના જણાવી

Parliament Attack: આજે સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા હતા. આ બે યુવકો એક…

gujarattak
follow google news

Parliament Attack: આજે સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા હતા. આ બે યુવકો એક બેન્ચ પરથી બીજી બેન્ચ તરફ દોડવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળો ગેસ કાઢીને સ્પ્રે કરી દીધો. આ દરમિયાન સંસદમાં હંગામો થયો હતો. પરંતુ બસપાના સાંસદ મલૂક નાગરે કેટલાક સાંસદો સાથે મળીને બંને યુવકોને પકડી લીધા હતા. દરમિયાન સિક્યુરિટી આવીને બંનેને ત્યાંથી લઈ ગઈ હતી.

સાંસદે જણાવ્યું ગૃહમાં શું બન્યું?

‘આજ તક’ સાથે વાત કરતા સાંસદ મલૂક નાગરે કહ્યું કે, શૂન્ય કાળમાં પાંચ મિનિટ બાકી હતી. એટલામાં પાછળથી એક ધડામ દઈને અવાજ આવ્યો. મેં પાછળ જોયું. એક યુવક નીચે કૂદી પડ્યો હતો. દરમિયાન અન્ય એક યુવક પણ નીચે કૂદી પડ્યો હતો. એક યુવક જંપ કરીને આવવા લાગ્યો અને મેં હું અને કેટલાક સાંસદ તેને પકડવા દોડ્યા. પછી યુવકે જૂતું બહાર કાઢ્યું. અમને લાગ્યું કે તે અમને તેના જૂતા વડે મારશે. પણ પછી મનમાં આવ્યું કે કદાચ તે હથિયાર ન કાઢી લે. અમે સમય વ્યસ્ત કર્યા વિના તરત જ તેને પકડી લીધો. પરંતુ તે દરમિયાન તેણે કંઈક સ્પ્રે કર્યું, જેના કારણે તણખો થયો. ત્યારબાદ ધુમાડો થયો હતો. બધાએ મોઢા ઢાંક્યા અને ભાગવા લાગ્યા.

સુરક્ષા મહિલા પર પડ્યો યુવક

દરમિયાન સિક્યોરિટીના લોકો પણ આવી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે યુવક કૂદ્યો ત્યારે તે એક સુરક્ષા મહિલા પર પડ્યો. અમે પાછળથી જોયું કે મહિલા જોરથી રડી રહી હતી. તે કહેતી હતી કે મને ખબર પણ ન પડી કે અચાનક શું થઈ ગયું. આ પછી તે બેભાન થઈ ગઈ. તેણે જણાવ્યું કે યુવકે કૂદકો માર્યો કે તરત જ અચાનક ચીસો સંભળાઈ. અમારા મનમાં માત્ર તાનાશાહીના શબ્દો જ ગુંજતા હતા કે તાનાશાહી નહીં ચાલે.

સાંસદોએ હિંમત કરીને યુવકને પકડ્યા

તેમણે કહ્યું કે, યુવકો નીચે આવતાની સાથે જ અફરા તફરી મચી ગઈ હતી. બંને ઓડિયન્સ ગેલેરીમાંથી આવ્યા હતા. આ બંનેને પકડવાની હિંમત ત્યાં કોઈમાં નહોતી. પછી મેં અને કેટલાક સાંસદોએ મળીને તેને પકડી લીધો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ બંને યુવકોને ખરાબ રીતે માર માર્યો હતો અને ત્યાંથી લઈ ગયા હતા. પરંતુ તે પહેલા ત્યાંના લોકો ખૂબ જ ડરી ગયા હતા. શું કરવું અને શું ન કરવું એ કોઈને સમજાતું ન હતું.

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, અમને લાગ્યું કે આજે અમારી હત્યા થઈ શકે છે. મને એમ લાગ્યું કે કોઈક રીતે તેમને અટકાવી દઉં. જેથી તેઓ કંઈ ખોટું ન કરી શકે. બાદમાં એકનું નામ સાગર હોવાનું બહાર આવ્યું હતું. પીળા રંગનું ફ્યૂલ બહાર આવ્યું. તે કેમિકલ હતું કે નહીં તે જાણી શકાયું નથી. માત્ર સૂચના મળી, તમે જ્યાં હોવ ત્યાં બેઠા રહો. જેઓ જ્યાં ઊભા હોય ત્યાં ઊભા રહે. બસ હલશો નહીં.

કાર્યવાહીમાં હાજર કેટલાક અન્ય સાંસદોએ જણાવ્યું કે શૂન્યકાળ દરમિયાન બીજેપી સાંસદ ખર્ગેન મુર્મુ બોલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી ગયો હતો. તે પહેલા બેરિયર પરથી લટકી ગયો અને પછી ગૃહની અંદર કૂદી ગયો. તેના પછી અન્ય વ્યક્તિ પણ ગૃહમાં કૂદી પડ્યો હતો. બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બાઓ હતા. આ સાથે તેઓએ ગેસ સ્પ્રે કરવાનું શરૂ કર્યું.

આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે

અટકાયત કરાયેલા આરોપીઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સંસદની અંદર હંગામો મચાવનારા લોકોની પૂછપરછ કરવા દિલ્હી પોલીસની એન્ટી ટેરર ​​યુનિટ સ્પેશિયલ સેલ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે, બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.

 

    follow whatsapp