આજે ED સમક્ષ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, CMએ કહ્યું- ભાજપના ઈશારે મોકલવામાં આવી નોટિસ

Yogesh Gajjar

02 Nov 2023 (अपडेटेड: Nov 2 2023 10:41 AM)

Delhi Liquor Policy Case News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે ​​દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ સોમવારે…

gujarattak
follow google news

Delhi Liquor Policy Case News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે ​​દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનરને પૂછપરછ માટે 2 નવેમ્બરે સમન્સ પાઠવ્યું હતું.

આ પણ વાંચો

અરવિદ કેજરીવાલે આપ્યો જવાબ

સમન્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે સમન્સ નોટિસ ગેરકાયદેસર અને રાજકીય પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. આ નોટિસને એ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવી છે કે હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવામાં અસમર્થ રહું. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને એક સ્ટાર પ્રચારક હોવાના કારણે મારે ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરવો પડે છે અને AAPના મારા પ્રદેશ કાર્યકર્તાઓને રાજકીય માર્ગદર્શન આપવું પડે છે.

સંબિત પાત્રાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર

સીએમ કેજરીવાલ પર પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે EDએ તમને ભ્રષ્ટાચારનો મહાસાગર અને ભ્રષ્ટાચારનો સ્ત્રોત કહ્યા છે, જ્યાંથી દિલ્હીમાં ભ્રષ્ટાચાર નીકળે છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે દારૂ કૌભાંડમાં 338 કરોડ રૂપિયાની મની ટ્રેલની વાત સામે આવી છે તો જનતાએ જણાવવું પડશે કે શું અરવિંદ કેજરીવાલની તપાસ થવી જોઈએ? આ કૌભાંડમાં રૂ. 338 કરોડની રકમ શરૂઆતનો જ એક ભાગ છે.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં કેટલાની કરાઈ ધરપકડ?

દિલ્હી લિકર પોલિસી અનિયમિતતા મામલે તપાસ કરી રહેલી બંને એજન્સીઓએ સીબીઆઈ અને ઈડીએ અત્યાર સુધીમાં 15થી વધુ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. જેમાં સંજય સિંહ, મનીષ સિસોદિયા, વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અરુણ રામચંદ્રન, રાજેશ જોશી, ગોરંતલા બુચીબાબુ, અમિત અરોરા, બેનૉય બાબુ (ફ્રેન્ચ લિકર કંપની પેર્નોડ રિકાર્ડના જનરલ મેનેજર), પી. સરથ ચંદ્ર રેડ્ડી, અરબિંદો ફાર્માના પ્રમોટર, ઉદ્યોગપતિ અમનદીપ ધાલ અને ઉદ્યોગપતિ અભિષેક બોઈનપલ્લી સામેલ છે.

કેજરીવાલ 3 અને 4 નવેમ્બરે છત્તીસગઢમાં હશે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 અને 4 નવેમ્બરે છત્તીસગઢમાં હશે. આ સિવાય 5 નવેમ્બરે હરિયાણામાં સીએમનો કાર્યક્રમ છે.

    follow whatsapp