કસ્ટમ અધિકારી પગાર-ડ્રગ્સની આવક છતા ન ધરાયા, વેપારી પાસે માંગી લાંચ અને...

કેન્દ્ર સરકારના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. મુંદ્રાના અદાણી પોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ભય વિના ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે.

કસ્ટમ ઓફીસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Custom Officer Caught red Hended

follow google news

કેન્દ્ર સરકારના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. મુંદ્રાના અદાણી પોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ભય વિના ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. જો કે હવે ભ્રષ્ટાચાર કરતા ઉચ્ચ અધિકારીઓ પણ રંગેહાથ ઝડપાય છે. સરકારના લાખો રૂપિયા પગાર મેળવનારા અધિકારીઓને પણ સંતોષ ન હોય તે પ્રકારે ગોટાળા કરતા હોય છે. જો કે હવે આ ભુખ ઉઘડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે તેઓ કોઇ વચેટિયા નહી પરંતુ સીધા જ ભ્રષ્ટાચાર કરતા જોવા મળે છે. જેના કારણે એસીબીના હાથે પણ ઝડપાય છે. 

કસ્ટમ અધિકારીઓ જેટલા પૈસા આપો તેટલા ઓછા જ પડે છે

કસ્ટમ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓમાં નિર્ભિક પણે ભ્રષ્ટાચાર આચરતા રહે છે. કચ્છના બહુચર્ચિત સોપારી તોડકાંડના છેડા પણ કસ્ટમ સાથે અડી રહ્યા છે. તો બીજી તરફ ડ્રગ્સ મામલે પણ ગુજરાત સ્વર્ગ બની રહ્યું છે. ત્યારે કસ્ટમના અધિકારીઓની રહેમ નજર વગર આ બધુ જ શક્ય નથી તેવું સ્પષ્ટ થાય છે. જો કે હવે આ અધિકારીઓની ભુખ ઉઘડી હોય તે પ્રકારે વેપારીઓને પણ ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. 

બેગનું કન્ટેનર બહાર કાઢવું હોય તો લાંચ માંગી

કચ્છમાં એક વેપારીનું બેગનું કન્ટેનર આવ્યું હતું. જેમાં વિવિધ બ્રાન્ડની ચામડાની બેગો હતી. આ કન્ટેનર અદાણીના મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. કસ્ટમ ક્લીયરન્સ માટે વેપારીએ કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. જો કે કસ્ટમના અધિકારીઓએ કન્ટેનર કાઢવું હોય તો  1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો કે વેપારીએ ACB ને જાણ કરી હતી. સમગ્ર મામલે એસીબી દ્વારા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ શૈલેષ ગંગદેવ અને સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ પ્રિવેન્ટીવ આલોક દુબે અને કચ્છ મુંદ્રાનો રમેશ ગઢવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. 

    follow whatsapp