IPLની ફાઈનલ જોવા ત્રણ દેશના ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ આવશે અમદાવાદ , એશિયા કપની યજમાની અંગે થશે ચર્ચા

Niket Sanghani

• 01:11 PM • 25 May 2023

અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે IPL પછી એશિયા કપ 2023ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. એશિયા કપની…

IPLની ફાઈનલ જોવા ત્રણ દેશના ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ આવશે અમદાવાદ , એશિયા કપની યજમાની અંગે થશે ચર્ચા

IPLની ફાઈનલ જોવા ત્રણ દેશના ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ આવશે અમદાવાદ , એશિયા કપની યજમાની અંગે થશે ચર્ચા

follow google news

અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે IPL પછી એશિયા કપ 2023ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. જ્યારે પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે. ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નવા યજમાનની શોધમાં છે. ACCના પ્રમુખ જય શાહ છે અને તેમણે ગયા વર્ષે જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તેમણે કહ્યું હતું કે તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે જય શાહે એક નવું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે એશિયા કપને લઈને અંતિમ નિર્ણય આઈપીએલ 2023ની ફાઈનલ બાદ લેવામાં આવશે.

આ પણ વાંચો

જય શાહે કહ્યું, “બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. આ બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઈપીએલ 2023ની ફાઈનલને આકર્ષિત કરશે. અમે તેમની સાથે એશિયા કપ 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા ચર્ચા કરીશું. રસપ્રદ વાત એ છે કે તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીનું નામ નથી. એટલે કે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અગાઉ, શ્રીલંકા ક્રિકેટ (SLC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ વર્ષની એશિયા કપ ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં BCCIને ટેકો આપ્યો હતો.

નજમ સેઠી પોતાના દેશમાં એશિયા કપ કરાવવા માટે ઉત્સુક છે. પાકિસ્તાન એશિયા કપને તટસ્થ સ્થળે યોજવાનો વિરોધ કરે છે અને તેણે હાઇબ્રિડ મોડલ પણ ઓફર કર્યું હતું. ‘હાઇબ્રિડ મોડલ’ પર ટુર્નામેન્ટનું આયોજન કરવાના PCBના પ્રસ્તાવને સભ્ય દેશોએ ફગાવી દીધો હતો. આ મોડલમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પોતાની તમામ મેચ પોતાના દેશમાં રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેની મેચ UAE, દુબઈ, ઓમાન અથવા શ્રીલંકામાં રમી શકે છે.

પાકિસ્તાને આપી હતી આ ધમકી
ACCનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં UAEમાં ભારે ગરમીને કારણે ખેલાડીઓને ઈજા થવાની ભીતિ રહેશે. આવી સ્થિતિમાં શ્રીલંકા છ દેશોની ટૂર્નામેન્ટની યજમાનીની રેસમાં સૌથી આગળ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી વખત એવી ધમકી પણ આપી છે કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરશે.આ સિવાય પીસીબીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બીસીસીઆઈ પાકિસ્તાન વગર એશિયા કપની તર્જ પર અન્ય એશિયન દેશો સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. જોકે, બીસીસીઆઈએ આ વાતને નકારી કાઢી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નજમ સેઠીનું સ્ટેન્ડ હવે સ્પષ્ટ છે કે જો પાકિસ્તાનમાં એશિયા કપની મેચો નહીં થાય તો પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં નહીં રમે.

    follow whatsapp