‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીની તસવીર ભેટ કરતા નરેન્દ્ર મોદીના મિત્રના દીકરા’

Yogesh Gajjar

• 09:28 AM • 09 Mar 2023

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખાસ…

gujarattak
follow google news

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝ પણ પહોંચ્યા હતા. બંનેને લેપ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું, જેના પર કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો

જયરામ રમેશે પીએમને આત્મમુગ્ધ બતાવ્યા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પીએમ મોદીના નામવાળા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોતાના દ્વારા બનાવવામાં આવેલા પોતાના જ નામવાળા સ્ટેડિયમમાં લેપ ઓફ ઓનર લેવું કોઈ આત્મમુગ્ધ વ્યક્તિને જ સારું લાગે છે. તેમણે કહ્યું કે આ “આત્મ-જૂનુનની હદ” છે. જયરામ રમેશે આ સાથે કહ્યું કે, પીએમ મોદીનું તેમના જ ફોટો સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જયરામ રમેશ સાથે કોંગ્રેસે પણ આ ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીજીને નરેન્દ્ર મોદીજીની તસવીર ભેટ કરતા નરેન્દ્ર મોદીજીના મિત્રના દીકરા.

ભાજપે કહ્યું- આ ક્રિકેટ ડિપ્લોમસી છે
બીજી તરફ ભાજપ દ્વારા આ સમગ્ર બાબતને ક્રિકેટ ડિપ્લોમસી બતાવવામાં આવી છે. ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, આ વાસ્તવમાં ક્રિકેટ ડિપ્લોમસી છે જે પીએમ મોદી કરી રહ્યા છે. વાસ્તવમાં આગળ જતાં આ કામ કરતી દેખાશે.

ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાના 75 વર્ષ
નોંધનીય છે કે, ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર બંને દેશો વચ્ચેની આ મેચને યાદગાર ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. આ અવસરે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બનીસ ખાસ ડિઝાઇન કરેલી ગોલ્ફ કારમાં સમગ્ર મેદાનની અંદર ફર્યા હતા અને તેમને લેપ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ કાર પર એક હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું – “ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષ”.

    follow whatsapp