‘PMના ફેવરિટ નેતા ખડગે પરિવારની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે’, કોંગ્રેસ નેતાના BJP પર ગંભીર આરોપ

કર્ણાટક: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજકારણ ચરમસીમા પર છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર…

gujarattak
follow google news

કર્ણાટક: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજકારણ ચરમસીમા પર છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ભાજપના નેતાઓ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે ભાજપના નેતાઓ હવે મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. હવે ચિત્તાપુરના ભાજપના ઉમેદવારના રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે જે પીએમ મોદી અને સીએમ બોમાઈના પણ ફેવરિટ છે.

સુરજેવાલાના ગંભીર આરોપો
સુરજેવાલાએ કહ્યું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહી છે અને હવે વિપક્ષને મારવાનું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકમાં બંધારણની મજાક ઉડાવી રહ્યા છે. ભાજપ એવા સ્તરે આવી ગયું છે કે તે મલ્લિકાર્જુન ખડગેને મારી નાખવા માંગે છે. ભાજપને કર્ણાટકની જનતાએ નકારી કાઢી છે, તેથી તે નારાજ છે.

ચિત્તપુરના ભાજપના ઉમેદવારનો ઉલ્લેખ
સુરજેવાલાએ વધુમાં કહ્યું કે કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને હવે ખબર પડી ગઈ છે કે માહોલ તેમની વિરુદ્ધ છે. તેથી હવે તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે એક ઓડિયો ક્લિપ પણ સંભળાવી, જે ચિત્તપુરના ભાજપના ઉમેદવારનો અવાજ હોવાનું કહેવાય છે.

    follow whatsapp