ChatGPT મેકર OpenAIના CEO સેમ ઓલ્ટમેનનું રાજીનામું, સોશિયલ મીડિયા પર લખ્યું- હવે હું શું કરીશ…

Sam Altman CEO of ChatGPT Maker OpenAI Resigned: ચેટ જીપીટી  (ChatGPT) બનાવનારી કંપની ઓપન AIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સેમ ઓલ્ટમેને CEOના પદ પરથી રાજીનામું…

gujarattak
follow google news
Sam Altman CEO of ChatGPT Maker OpenAI Resigned: ચેટ જીપીટી  (ChatGPT) બનાવનારી કંપની ઓપન AIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સેમ ઓલ્ટમેને CEOના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ એક બ્લોગમાં આ માહિતી આપી છે. સાથે જ એક ખુલાસો કર્યો છે કે કંપની બોર્ડને હવે ઓલ્ટમેન પર વિશ્વાસ નથી. બોર્ડને તેમના નેતૃત્વ અને ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, કારણ કે બોર્ડના સભ્યો અને સેમ વચ્ચે ઘણી કમ્યુનિકેશન ગેપ છે. તેઓ કોઈપણ મુદ્દે કંપનીના બોર્ડના સભ્યો સાથે ખુલીને વાત કરતા નથી. તેઓ સલાહ પણ લેતા નથી. હવે મીરા મુરાતી CEO પદની જવાબદારી સંભાળશે.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

બીજી તરફ ઓલ્ટમેને પોતાના એક્સ એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, મેં ઓપન AIમાં જેટલો સમય વિતાવ્યો, મને તે ઘણો પસંદ આવ્યો. મને સૌથી વધારે મજા કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરીને આવી છે. રાજીનામું આપવું પરિવર્તનકારી નિર્ણય હતો. હવે હું શું કરીશ, શું થશે તે હું પછી જણાવીશ.

કંપનીને પહોંચાડી હતી ટોચ પર

તમને જણાવી દઈએ કે, ઓલ્ટમેને  ઓપન AI કંપનીને ટોચ પર પહોંચાડી હતી, જે બાદ તેમનું નામ એલોન મસ્ક, માર્ક ઝકરબર્ગ અને સ્ટીવ જોબ્સની સાથે લેવામાં આવતું હતું. તેમણે ઓપન એઆઈને આ ત્રણેય દિગ્ગજોની કંપનીઓની ટક્કરમાં ઉભી કરી દીધી હતી. આવી સ્થિતિમાં ઓલ્ટમેનનું અચાનક કંપની છોડવું એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ઓપન AI શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં એવી પણ જાહેરાત કરી છે કે ઓપન AIના વધુ એક સહ-સ્થાપક ગ્રેગ બ્રોકમેન પણ કંપનીના બોર્ડ ચેરમેન પદેથી રાજીનામું આપશે, પરંતુ તેઓ સંસ્થા સાથે રહેશે. OpenAI એ એક અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની છે, જેનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં છે. તેને 2015માં એલોન મસ્ક, સેમ ઓલ્ટમેન, ગ્રેગ બ્રોકમેન, જાન ઇસ્ટનહોફ, ઈવાન ડિન્ચોવ, જોન સ્ટોકલી અને વિશાલ સિકરાએ બનાવવી હતી. ઓપનએઆઈ ઘણી પ્રોડક્ટ પણ બનાવે છે.

ChatGPT શું છે?

ChatGPT વર્ષ 2022માં ઓપન AI દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ એક ચેટ બોટ છે, જે યુઝરના કોઈપણ ટોપિક સાથે સંબંધિત ટેક્સ્ટ લખીને આપે છે. ઓપન એઆઈએ તેને બનાવવાનું કામ 2015માં જ શરૂ કર્યું હતું, પરંતુ તેને નવેમ્બર 2022માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. તે સંપૂર્ણપણે મનુષ્યની જેમ વર્તે છે. ChatGPT થોડી જ ક્ષણોમાં તમારા બધા પ્રશ્નોના જવાબ આપે છે. જોકે, તેની હજુ સુધી કોઈ મોબાઈલ એપ નથી, પરંતુ લોકો Open AIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેનો ઉપયોગ કરી શકે છે.
    follow whatsapp