Chandigarh: ચંડીગઢમાં વિજિલન્સે BJP નેતાના ઘરે દરોડા પાડ્યા, પણ પછી કહ્યું કઇ નથી મળ્યું

Manpreet Singh Badal News: ચંડીગઢના ડીસીપીએ કહ્યું કે, તેમને અહીં કંઇ મળ્યું નથી. મનપ્રીતસિંહ બાદલે જામીન માટે અરજી દાખલ કરી છે અને અમે કોર્ટમાં તેનો…

Vigilance raid on BJP

Vigilance raid on BJP

follow google news

Manpreet Singh Badal News: ચંડીગઢના ડીસીપીએ કહ્યું કે, તેમને અહીં કંઇ મળ્યું નથી. મનપ્રીતસિંહ બાદલે જામીન માટે અરજી દાખલ કરી છે અને અમે કોર્ટમાં તેનો વિરોધ કરીશું.

વિજિલન્સ વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા

વિજિલન્સ વિભાગ દ્વારા પંજાબના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મનપ્રીતસિંહ બાદલના ચંડીગઢ ખાતેના આવાસ પર દરોડા પાડ્યા છે. ચંડીગઢના ડીસીપી કુલવંતસિંહે કહ્યું કે, અમને અહીં કંઇ જ મળ્યું નથી. તેમણે જામીન અરદી દાખલ કરી છે. અમે કોર્ટમાં તેનો વિરોધ કરીશું.

શિમલામાં પણ અનેક સ્થળો પર દરોડા

આ અગાઉ શિમલામાં બાદલના અનેક સ્થળો પર વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબના વિજિલન્સને આશંકા છે કે, મનપ્રીતસિંહ બાદલ વિદેશ ભાગવાની ફિરાકમાં છે. આ અગાઉ વિજિલન્સ તેમને શોધવા માટે અલગ-અલગ સ્થલો પર દરોડા પાડ્યા હતા. શિમલાના ખીલીમાં દરોડા પાડવામાં આવ્યા.

26 સપ્ટેમ્બરે ધરપકડનું વોરન્ટ

પંજાબની એક કોર્ટે મંગળવારે મનપ્રીત બાદલની વિરુદ્ધ ધરપકડ માટેનું વોરન્ટ ઇશ્યું કરવામાં આવ્યું હતું. તે બઠિંડામાં એક સંપત્તિની ખરીદીમાં અનિયમિતતાઓના આરોપનો સામનો કરી રહ્યા છે. બઠિંડાની કોર્ટે મનપ્રીત બાદલ વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર ઇશ્યું કર્યું, જે આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

    follow whatsapp