Board Result: CBSE ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખે જાહેર થશે બોર્ડના પરિણામ

Gujarat Tak

25 Apr 2024 (अपडेटेड: Apr 25 2024 4:58 PM)

CBSE Board 2024 Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10માની પરીક્ષા 13 માર્ચએ અને 12માની પરીક્ષા 2 એપ્રિલે પૂરી થઈ હતી. 2023 માં, CBSEના 10 અને 12 ના બોર્ડના પરીક્ષાનું પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે આ વખતે CBSE બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થઈ શકે છે.

CBSE Board

ક્યારે જાહેર થશે CBSE બોર્ડનું પરિણામ?

follow google news

CBSE Board 2024 Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10માની પરીક્ષા 13 માર્ચએ અને 12માની પરીક્ષા 2 એપ્રિલે પૂરી થઈ હતી. પરીક્ષાના અંતથી વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરિણામો CBSE cbse.gov.in, cbse.nic.in અને cbseresults.nic ની અધિકૃત વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે. 2023 માં, CBSEના 10 અને 12 ના બોર્ડના પરીક્ષાનું પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે આ વખતે CBSE બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો

ક્યારે જાહેર થશે CBSE બોર્ડનું પરિણામ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેના પહેલા કે બીજા સપ્તાહમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. જોકે, CBSE દ્વારા હજુ સુધી પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિણામોની ઘોષણા પછી, CBSE બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ SMS, ઉમંગ એપ, ડિજીલોકર એપ અને આઈવીઆરએસ સિવાય CBSE ની વેબસાઈટ પર તેમના રિપોર્ટકાર્ડ ચેક કરી શકશે.

CBSE બોર્ડની પરીક્ષાનું પરિણામ આ રીતે ચેક કરો

  • Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને www.cbse.gov.in પર સર્ચ કરો. 
  • Step 2: આ પછી, જ્યારે તમે ધોરણ 10 અથવા 12 ના પરિણામની લિંક જોશો, ત્યારે ત્યાં ક્લિક કરો. 
  • Step 3: પછી ફોર્મમાં તમારો રોલ નંબર ભરો અને સબમિટ કરો.
  • Step 4: આ પછી તમારું સ્કોરકાર્ડ જુઓ અને ડાઉનલોડ કરો.

ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ

કઈ વેબસાઈટ પર પરિણામ ચેક કરી શકાય?

CBSE 10મા અને 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in અને results.gov પર તેમનો રોલ નંબર ચકાસી શકે છે.

Board Result: ગુજરાત બોર્ડ ધો.10 ના પરિણામના મહત્વના આંકડા, જુઓ અત્યાર સુધી કેવો રહ્યો છે ટ્રેન્ડ

કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

CBSE ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 દરમિયાન અને ધોરણ 12 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવી હતી. આ વર્ષે, લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ માટે નોંધણી કરાવી હતી.
 

    follow whatsapp