Career Tips Work From Home : વર્તમાન સમયમાં નોકરી શોધતા ઉમેદવારો એવી કંપનીઓ વધારે પસંદ કરે છે કે જે કાયમી વર્ક ફ્રોમ હોમની સુવિધા આપતી હોય. એક રિપોર્ટનું માનીએ તો 82 ટકા લોકો ઓફિસ જવા માંગતા નથી. હવે લોકો એવી નોકરીઓની શોધી રહ્યા છે, જ્યાં ઓફિસ જવાની ઝંઝટ ન હોય. ઘણી એવી ફીલ્ડ છે, જેમાં કાયમી વર્ક ફ્રોમ હોમ કરવું સંભવ છે. જો તમે પણ ઘરે આરામથી કામ કરવાની રીત શોધી રહ્યા છો, તો તમે આ નોકરીઓ અથવા ફ્રીલાન્સ જોબ્સ પર ફોકસ કરી શકો છો. આ માટે તમારી પાસે કેટલીક ખાસ સ્કિલ્સ હોવી જોઈએ.
ADVERTISEMENT
ડિજિટલ માર્કેટિંગ
ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ્સ કોઈ બ્રાન્ડની ઓનલાઈન ઉપસ્થિતિને દમદાર બનાવવામાં મદદ કરે છે. આમાં તેઓ SEO, ઈમેલ માર્કેટિંગ, મોબાઈલ માર્કેટિંગથી લઈને સોશિયલ મીડિયા માર્કેટિંગ સુધીનું કામ કરે છે. આ માટે તમે ડિજિટલ માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશનમાં પીજી સર્ટિફિકેશન કરી શકો છો. આમાં શરૂઆતમાં તમે 20થી 40 હજાર રૂપિયા કમાઈ શકો છો.
વેબ ડેવલપર
જો તમને Python, Java, PHP, Ruby જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નોલેજ હોય તો તમે આ ફીલ્ડમાં કામ કરી શકો છો. વેબ ડેવલપર્સ સામાન્ય રીતે વેબસાઈટનું ડિઝાઈનિંગ અને કોંડિંગ કરે છે. આમાં કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા વેબ ડિઝાઈનિંગમાં ડિગ્રી/ડિપ્લોમાની સાથે જ ઓનલાઈન કોર્સ કરી ચૂકેલા યુવાઓને પણ તક મળી શકે છે. અહીં શરૂઆતમાં 20થી 40 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. અનુભવ વધતા તમે મહિને 1 લાખ રૂપિયા સુધી પણ કમાઈ શકો છો.
ગ્રાફિક ડિઝાઈન
આ ક્ષેત્રમાં તમને મીડિયા એન્ડ એડવરટાઈઝિંગ, પબ્લિશિંગ, પબ્લિક રિલેશન, ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનમાં સ્પેશિયલાઈઝેશન કરી શકો છો. આ વ્યાવસાયિકો વેબસાઇટ્સ, જાહેરાતો, બ્રોશરો, મેગેઝીન અને રિપોર્ટ માટે લે-આઉટ અને પ્રોડક્શન ડિઝાઈન ઉપલબ્ધ કરાવે છે. અહીં તમે દર મહિને 35 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
ઓનલાઈન ટિચિંગ
કોરોના મહામારી બાદ એડટેકની ફિલ્ડમાં પ્રોફેશનલ્સની માંગ વધી ગઈ છે. ઘણા ઓનલાઈન ટ્યુટોરીયલ પ્લેટફોર્મ દરેક સબ્જેક્ટને ભણાવતા શિક્ષકોને કલાક દીઠ સારી ફી ચૂકવી રહ્યા છે. આ ફીલ્ડમાં ઘણા ઓનલાઈન પ્લેટફોર્મની સાથે જોડાઈને તમે દર મહિને 30 હજાર રૂપિયા કમાણી કરી શકો છો.
બિઝનેસ ડેવલપર
બિઝનેસ ડેવલપર કંપનીના ઉત્પાદનો અથવા સેવાઓનું વેચાણ વધારવા માટે કામ કરે છે. માર્કેટિંગ, બિઝનેસ અથવા સંબંધિત ફીલ્ડમાં બેચલર્સની ડિગ્રીથી સારો આધાર બનશે. ઓનલાઈન સર્ટિફિકેશન પણ લઈ શકો છો. જો તમારી પાસે આ ફીલ્ડમાં સ્કીલ્સ અને અનુભવ છે તો તમે સારી કંપનીમાં જોડાઈને ઘરે બેઠા કામ કરી શકો છો. આ ક્ષેત્રમાં શરૂઆતમાં દર મહિને 25થી 30 હજાર રૂપિયા કમાઈ શકે છે
ADVERTISEMENT
