Mexico Bus Accident: મેક્સિકોમાં મોટી બસ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી રહી છે. મુસાફરો સાથે જતી પેસેન્જર બસ હાઈવે પરથી ખીણમાં ખાબકી જતા 18 જેટલા લોકોના મોત નિપજ્યા છે. અધિકારીઓ મુજબ, ઘટના ગુરુવારે સવારે બની હતી. તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના મુસાફરો વિદેશી હતા અને કેટલાક યુ.એસ બોર્ડર તરફ જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
તિજુઆના શહેરના બોર્ડર ટાઉન વિસ્તારમાં બસ 42 પેસેન્જરોને લઈને જઈ રહી હતી. બસમાં ભારત, ડોમિનિક રિપબ્લિક અને આફ્રિકન દેશના લોકો સવાર હતા. નાયારીત રાજ્ય સરકાર મુજબ, બસ ડ્રાઈવરને ડિટેઈન કરવામાં આવ્યો છે. અધિકારીઓને આશંકા છે કે વળાંક પર ડ્રાઈવર બસને ઓવરસ્પીડમાં હંકારી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ હજુ પણ મૃતકોની ઓળખવા તપાસ કરી રહ્યા છે.
રાજ્ય સરકારના નિવેદન મુજબ, 20 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. રેસ્ક્યુ અધિકારીએ જણાવ્યું હતું કે, બસ 40 મીટર નીચે ખાબકી હતી, જેના કારણે રેસ્ક્યુ અભિયાન વધુ મુશ્કેલ બની ગયું હતું.
નોંધનીય છે કે, ગત મહિને પણ મેક્સિકોમાં આ પ્રકારની ઘટના બની હતી, જેમાં 29 લોકોના મોત થયા હતા. તો ફેબ્રુઆરીમાં માઈગ્રન્ટ્સને લઈને જતી બસ ક્રેશ થઈ જતા 17 લોકોના મોત થઈ ગયા હતા.
ADVERTISEMENT
