નવી દિલ્હી : બ્રિટિશ કંપની ડિયાજિયો (Diageo) ની માલિકીની યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે, ઉત્તર પ્રદેશના શાહજહાપુર ખાતે આ પ્લાન્ટને બંધ કરવો જરૂરી હતો. કારણ કે અહીં સદિઓથી જુની ટેક્નોલોજીવાળી ખરાબ મશીનરીઓ હતી.
ADVERTISEMENT
દારૂ બનાવનારી બ્રિટિશ કંપની ડિયાજિયોની માલિકીની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડે મંગળવારે કહ્યું કે, તેણે ઉત્તરપ્રદેશમાં પોતાની 200 વર્ષ કરતા પણ વધારે જુના પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટનો પ્લાન્ટ બંધ કરી દીધો છે. 31 ઓક્ટોબર, 2023 ના રોજ આ પ્લાન્ટનો અંતિમ દિવસ હતો. કંપની દ્વારા તેને બંધ કરવાનું કારણ જણાવતા કહેવાયું કે, યૂનિટના સંચાલન FY 23 માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી કોઇ પ્રોડક્શન ગતિવિધિઓ કરવામાં આવતી નહોતી.
કંપનીની આ બ્રાંડ્સ ભારતીયોમાં ખુબ જ પ્રખ્યાત
ડિયાજિયો કંપનીના બ્રાંડ્સની યાદી લાંબી છે અને તેને ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેમાં મેકડોવેલ્સ (Mcdowell), રોયલ ચેલેન્જર્સ (Royal Challenge), સિગ્નેચર (Signature), જોની વોકર (Jhony Walker), બ્લેક ડોગ (Black Dog) જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. કંપનીના બોર્ડે કહ્યું કે, ઉત્તરપ્રદેશ ખાતેના આ યૂનિટને સપ્લાઇ ચેઇન એજિલિટિ પ્રોગ્રામ હેઠળ બંધ કરી દેવાયો છે.
ખરાબ મશીનરી અને જુની ટેક્નોલોજી
યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની તરફથી શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના શાહજહાપુર ખાતે આ પ્લાન્ટને બંધ કરવો જરૂરી હતો, કારણ કે તેમાં પ્રોડક્શન અટકાવી દીધું હતું. યુએસએલે કહ્યું કે, આ પ્રોગ્રામના હિસ્સા તરીકે રોજા, ગ્રામ રૌસરકોઠી, પોસ્ટ રૌસરકોઠી, જિલ્લા શાહજાંપુર, ઉત્તરપ્રદેશમાં આવેલા નિર્માણ એકમમાં પોતાનું કારખાનું સંચાલન બંધ કરી દીધું છે. કંપનીના અનુસાર પ્લાન્ટમાં ખુબ જ જુનો માળખાગત ઢાંચો અને સદીઓ જુની ટેક્નોલોજી ખરાબ મશીનરી છે. આવી મશીનરી અને ટેક્નોલોજીને બદલવામાં ભારે ખર્ચો આવશે, જે હાલની બજાર સ્થિતિઓ અનુસાર વ્યવહાર્ય નથી.
પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડક્ટ પર ફોકસ
કંપનીની તરફથી કહેવાયું છે કે, શાહજહાપુર ખાતે યૂનિટના બંધ હોવાની તારીખ 31 ઓક્ટોબર, 2023 છે. USL માર્કેટમાં પોતાની રણનીતિ અનુસાર કંપનીની પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડક્ટ પર સંપુર્ણ રીતે પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. રિપોર્ટ અનુસાર ગત્ત વર્ષે કંપનીએ 30 કરતા વધારે એન્ટ્રી લેવલ ઓછી કિંમતની બ્રાન્ડ ઇનબ્રૂ બેવરેજ 820 કરોડ રૂપિયામાં વેચી હતી.
આ વર્ષે જ થયું CEO નું નિધન
વિશ્વની સૌથી મોટી આલ્કોહલ કંપની તરીકે જાણીતી ડિયાજિયોના ભારત મુળના CEO ઇવાન મેન્યુઅલ મેનેજેસ નું આ વર્ષે જુન મહિનામાં નિધન થયું હતું. તેમણે લંડનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 64 વર્ષના હતા અને જુનમાં જ રિટાયર પણ થવાના હતા. તે સમયે પીટીઆઇના રિપોર્ટ અનુસાર પેટમાં અલ્સર હોવાના કારણે તેને લંડનમાં હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. જો કે તેમને બચાવી શકાયા નહોતા. મેનેજસનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. 1997 માં ડિયાજિયો સાથે જોડાયેલા હતા અને 2013 માં તેમને કંપનીના CEO બનાવાયા હતા.
ADVERTISEMENT
