Afghanistan ના મઝાર-એ-શરીફમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાનના ગવર્નર સહિત ત્રણના મોત

Niket Sanghani

• 10:19 AM • 09 Mar 2023

નવી દિલ્હી: Afghanistan ના મઝાર-એ-શરીફ શહેરમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ગવર્નર દાઉદ મુઝમલ અને અન્ય બે લોકોના મોત થયા હતા. જો કે હજુ…

gujarattak
follow google news

નવી દિલ્હી: Afghanistan ના મઝાર-એ-શરીફ શહેરમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ગવર્નર દાઉદ મુઝમલ અને અન્ય બે લોકોના મોત થયા હતા. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાનના પોલીસ પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો

તાલિબાને ઓગસ્ટ 2021 માં કબજો કર્યો હતો
તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ આસિફ વઝીરી, સ્થાનિક પોલીસ વડાએ જણાવ્યું કે વિસ્ફોટ મઝાર-એ-શરીફ શહેરમાં ગવર્નરની ઓફિસમાં થયો હતો. જેમાં ગવર્નર દાઉદ મુઝમલ અને અન્ય બે લોકોના મોત થયા હતા. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં, તાલિબાને ઓગસ્ટ 2021 માં કબજો કર્યો હતો. ત્યારથી અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન સતત આતંકી હુમલાઓ કરી રહ્યું છે.

ISKPના લશ્કરી વડા કારી ફતેહની હત્યા કરી હતી
ખુરાસાન તાલિબાન સુરક્ષા દળો અને શિયા લઘુમતીઓને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. અફઘાનિસ્તાનના શાસક તાલિબાને તાજેતરમાં ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત પર મોટી કાર્યવાહી કરી હતી. તાલિબાને ISKPના યુદ્ધ પ્રધાન અને લશ્કરી વડા કારી ફતેહની હત્યા કરી હતી. કારી ફતેહને UNSC મોનિટરિંગ ટીમ દ્વારા મે 2022 માં ISKPના લશ્કરી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીની તસવીર ભેટ કરતા નરેન્દ્ર મોદીના મિત્રના દીકરા’

કારી ફતેહે ઘડ્યું હતું આ કારવતરું
કારી ફતેહ ISKP માટે વ્યૂહરચના બનાવતો હતો. તેણે તાજેતરમાં જ કાબુલમાં રશિયા, પાકિસ્તાન અને ચીનના દૂતાવાસો પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. કારી તુફૈલ ઉર્ફે ફતેહ નાંગરહારમાં ISKPના નિયંત્રણ દરમિયાન પૂર્વ સેક્ટરનો કમાન્ડર હતો. જો કે, તાજેતરમાં તેની વ્યૂહરચના બદલી અને તેને ગુપ્તચર વડા બનાવવામાં આવ્યો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp