બિગ બોસ વિનર Munawar Faruqui ને ઉઠાવી ગઈ મુંબઈ પોલીસ, શું છે મામલો?

બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી (Munawar Faruqui)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાતે મુંબઈ પોલીસની એસએસ બ્રાન્ચ (સોશિયલ સર્વિસ બ્રાન્ચ) એ એક હુક્કા બાર પર દરોડો પાડ્યો હતો.

અડધી રાતે મુનાવરને ઉઠાવી ગઈ મુંબઈ પોલીસ

Munawar Faruqui

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મુનાવર ફારુકીને લઈને એક મોટા સમાચાર

point

મુંબઈ પોલીસ મુનાવર ફારૂકીની અટકાયત કરી

point

COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો

બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી (Munawar Faruqui)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાતે મુંબઈ પોલીસની એસએસ બ્રાન્ચ (સોશિયલ સર્વિસ બ્રાન્ચ) એ એક હુક્કા બાર પર દરોડો પાડ્યો હતો. જ્યાં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી  (Munawar Faruqui) સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે મુનાવર ફારૂકીને કલમ 41A હેઠળ નોટિસ આપીને જવા દીધો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.


મુનાવર ફારૂકી વિવાદોમાં 

બિગ બોસ OTT 2ના વિનર એલ્વિશ યાદવ બાદ હવે બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી વિવાદમાં ફસાયા  છે. મળતી માહિતી મુજબ, મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા સબલન હુક્કા પાર્લરમાં ગઈકાલે રાત્રે સોશિયલ સર્વિસ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મુનાવરની પણ અટકાયત કરી હતી. 

પોલીસે પાડ્યા હતા દરોડા

પોલીસને બાતમી મળી હતી કે પાર્લરમાં તમાકુની સાથે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુની બનાવટો મળી આવે તો પોલીસ દ્વારા સિગારેટ અને ટોબેકો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જોકે, મુનાવર ફારૂકીને નોટિસ આપીને રાત્રે જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હજુ સુધી મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.


આ મામલે પોલીસે શું કહ્યું?

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પોલીસે ફોર્ટમાં ચાલતા હુક્કા પાર્લરમાં દરોડો પાડ્યો ત્યારે મુનાવર ફારૂકી સ્થળ પર હાજર હતો. ટેસ્ટ દરમિયાન તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કારણ કે આ એક કોગ્નિઝેબલ (Cognizable) ગુનો છે. આ માટે તેમને દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યા છે. ફારૂકી પર સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, 2003 અને COTPA 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર અન્ય ઘણી કલમો પણ લગાવવામાં આવી છે.

    follow whatsapp