- બિગ બોસ 17ના વિનરનું નામ જાહેર
- મુનાવર ફારુકી બિગ બોસ 17 વિનર
- ‘મોટા ભાઈ’સલમાન ખાનનો વ્યક્ત કર્યો આભાર
Bigg Boss 17 Winner: આખો દેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આખરે આવી ગઈ. બિગ બોસની 17મી સિઝનનો ફિનાલે જોરશોરથી યોજાયો હતો. ટોપ-2માં મુનાવર ફારુકી અને અભિષેક કુમાર પહોંચ્યા હતા. પરંતુ સ્ટેન્ડઅપ કોમેડિયન જીતી ગયો. સલામાન ખાને મુનાવર ફારુકીના હાથને ઉઠાવીને તેનું નામ લીધું. આ ક્ષણ જોવા લાયક હતી. તો અભિષેક શૉના ફર્સ્ટ રનરઅપ રહ્યા.
ADVERTISEMENT
મુનાવર ફારૂકીએ જીતી ટ્રોફી
મુનાવરે બિગ બોસ 17નું ટાઈટલ જીતી લીધું છે. તેણે પોતાના જન્મદિવસે જ આ જીત હાંસલ કરી. તમને જણાવી દઈએ કે, ફારૂકી 28 જાન્યુઆરીએ 32 વર્ષનો થઈ ગયો છે.
બિગ બોસની ટ્રોફી અને પ્રાઈઝ મની
બિગ બોસનો ખિતાબ જીત્યા બાદ મુનાવર ફારુકીને બિગ બોસની ટ્રોફી, 50 લાખ રૂપિયા અને એક શાનદાર કાર (Hyundai Creta) ઈનામમાં મળી છે.
આ પાંચેય બિગ બોસ 17ના ફાઈનલિસ્ટ હતા
બિગ બોસ 17માં અંકિતા લોખંડે, મુનાવર ફારૂકી, અભિષેક કુમાર, અરુણ માશેટ્ટી અને મન્નારા ચોપરા ફાઇનલિસ્ટ રહ્યા. આ પાંચેયમાંથી ફિનાલે ટ્રોફી કોને મળશે તે અંગે લાંબા સમયથી સસ્પેન્સ હતું. પરંતુ અંતે મુનાવર ફારુકીએ બાજી મારી લીધી હતી.
ADVERTISEMENT
