કોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, Indigo અને Air India ના વિમાનો એકબીજા સાથે અથડાયા

Gujarat Tak

• 06:49 PM • 27 Mar 2024

આજે કોલકાતા એરપોર્ટના રનવે પર Indigo અને Air India એક્સપ્રેસ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાતા અરાજકતા સર્જાઈ હતી. ઈન્ડિગોનું વિમાન ટેક્સીવે પરથી પસાર થઈ રહ્યું હતું અને ટેક ઓફ માટે એરપોર્ટ પરથી ગ્રીન સીગલની રાહ જોઈ રહ્યું હતું.

Kolkata News

ઈન્ડિગો પ્લેનની પાંખને થયું નુકશાન

follow google news

Kolkata News: આજે કોલકાતા એરપોર્ટના રનવે પર Indigo  અને Air India એક્સપ્રેસ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાતા અરાજકતા સર્જાઈ હતી. ઈન્ડિગોનું વિમાન ટેક્સીવે પરથી પસાર થઈ રહ્યું હતું અને ટેક ઓફ માટે એરપોર્ટ પરથી ગ્રીન સીગલની રાહ જોઈ રહ્યું હતું. બીજી તરફ એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન રનવે પર ઊભું હતું. બંને વિમાનોમાં સેંકડો મુસાફરો હતા. વિમાનો એકબીજા સાથે અથડાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, કોઈ ઈજા કે જાન-માલના નુકસાનના સમાચાર નથી. બીજી તરફ ડીજીસીએએ આ મામલે કાર્યવાહી કરતા ઈન્ડિગોના બંને પાઈલટને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

આ પણ વાંચો

ઈન્ડિગો પ્લેનની પાંખને થયું નુકશાન 

પ્રાપ્ત માહિતી અનુસાર, દરભંગા જઈ રહેલું ઈન્ડિગોનું પ્લેન કોલકાતા એરપોર્ટના રનવે પર ટેક્સીવે પરથી ધીમી ગતિએ પસાર થઈ રહ્યું હતું. ત્યારબાદ પ્લેન રનવે પર ઉભેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન સાથે અથડાયું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને પ્લેનની પાંખો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઈન્ડિગો પ્લેનની પાંખનો એક ભાગ તૂટીને રનવે પર પડ્યો હતો.

બંને પાયલટોને નોકરીમાંથી કાઢી મૂક્યા


ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, DGCAએ IndiGo A320 VT-ISSના બંને પાયલટોને હટાવી દીધા છે અને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને ઈન્ડિગો એરલાઈન્સના બંને પાઈલટને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. બંને ફ્લાઈટ્સને ઈન્સ્પેક્શન માટે થોડા સમય માટે ગ્રાઉન્ડ કરવામાં રોકવામાં આવ્યા છે.

ઈન્ડિગો પ્લેનમાં ચાર બાળકો સહિત 135 મુસાફરો સવાર હતા. ઈન્ડિગોના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપ્યું હતું કે, "કોલકત્તા એરપોર્ટ પર ઈન્ડિગો એરક્રાફ્ટ અને Air India વચ્ચે ટક્કર થઈ હતી. એરક્રાફ્ટ પ્રોટોકોલ મુજબ નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહીને કારણે, દરભંગા જતા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

    follow whatsapp