Assembly Elections Results 2023 : ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં થઇ રહેલી મતોની ગણતીમાંથી અનેક રાજકીય દિગ્ગજો પાછળ રહેતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક દિગ્ગજો પરાજયની અણી પર
ભુપેશ,રમણ, કમલનાથ, કેસીઆર જેવા અનેક દિગ્ગજો હાર્યા ચૂંટણી, જુઓ કોણ ક્યાં પાછળ છે.સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં વલણ પરથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટન સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં હાલના વલણમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ પાટન સીટથી પાછળ ચાલી રહ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પણ પોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પણ પોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથ પણ છિંદવાડાથી પાછળ ચાલી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ ટોંક સીટથી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સીપી જોશી પણ નાથદ્વારા સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસના અનેક દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે
રાજસ્થાનમાં કોંગ્રેસના અનેક મોટા રાજકીય દિગ્ગજો પણ પાછળ ચાલી રહ્યા છે. રાજ્યમાં પૂર્વ મંત્રી જીતુ પટવારી પણ પાછળ ચાલી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા પણ લક્ષમણગઢ સીટથી પાછળ ચાલી રહ્યા છે. ઉદયપુરથી કોંગ્રેસના તેજ તર્રાર નેતા ગૌરવ વલ્લભ પ પાછળ ચાલી રહ્યા છે. તેમને ભાજપના તારાચંદ તરફથી ટક્કર મળી રહી છે. ઓસિયા સીટથી પણ કોંગ્રેસની ઉમેદવારી દિવ્યા મગેરણા પાછળ ચાલી રહ્યા છે.
ભાજપના સાંસદ રીતિ પાઠક પણ હારે તેવી શક્યતા
મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ સીટ સીધીથી ભાજપ સાંસદ રીતિ પાઠક પાછળ ચાલી રહ્યા છે. રાજસ્થાનના સિવાનથી માન્વેન્દ્ર સિટ પર પાછળ ચાલી રહ્યા છે. કોટા ઉત્તરી સીટથી શાંતિ ધારીવાલ પાછળ ચાલી રહ્યા છે. હાલના વલણ અનુસાર છત્તીસગઢમાં બઘેલ સરકારના સાત મંત્રી પાછળ ચાલી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રી પણ સીટ હારે તેવી શક્યતા
બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર દત્તિયા સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ફગ્ગનસિંહ કુલસ્તે પણ પાછળ ચાલી રહ્યા છે. રાજસ્થાનમાં ભાજપના રઘુ શર્મા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ પાછળ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
