Anant-Radhika Wedding: જામનગરમાં રિહાના...મુંબઈમા જસ્ટિન બીબરનો જલવો, કોને મળી સૌથી વધારે ફી?

Anant-Radhika Wedding: અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે અને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhike Merchant)ની સંગીત સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યા છે

જસ્ટિન બીબરના ગીત પર ઝૂમ્યા અનંત અંબાણી

Anant-Radhika Wedding

follow google news

Anant-Radhika Wedding: અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે અને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhike Merchant)ની સંગીત સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યા છે. મુકેશ અંબાણીના પરિવારમાં  ફંક્શનની શરૂઆત 1 માર્ચના રોજ જામનગરમાં યોજાયેલી અનંત-રાધિકા પ્રી-વેડિંગ ઈવેન્ટથી થઈ હતી, જેની વિશ્વમાં ચર્ચા થઈ હતી.

 
પ્રી-વેડિંગમાં પોપ સ્ટાર રિહાના (Rihana) એ પોતાનો જલવો બતાવ્યો હતો, તો હવે લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં ગ્લોબલ સ્ટાર સિંગર જસ્ટિન બીબરે ધમાલ મચાવી. રિપોર્ટ્સ અનુસાર, રિહાનાને 74 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હતી, ચાલો જાણીએ જસ્ટિન બીબરને આ ફંક્શન માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે? 

પ્રી-વેડિંગમાં રિહાના, તો લગ્નમાં જસ્ટિન બીબર

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘરે શરણાઈઓ વાગવાની તારીખ નજીક આવી ગઈ છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટની સાથે થવા જઈ રહ્યા છે. 12 જુલાઈના રોજ લગ્ન, 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈના રોજ રિસેપ્શન યોજાશે. આ પહેલા 1 માર્ચથી 3 માર્ચ સુધી અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમેની જામનગરમાં યોજાઈ, જે વિશ્વભરમાં ચર્ચામાં રહી. 

તેમાં દેશ-વિદેશની દિગ્ગજ હસ્તિઓ સામેલ થઈ હતી, જેમાં ગ્લોબલ આઈકન પોપ સિંગર રિહાના પણ સામેલ થઈ હતી. જેણે મુકેશ અંબાણીના પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. હવે હોલિવૂડ સિંગર જસ્ટિન બીબરે અંબાણી પરિવારના ફંક્શનમાં મોજ કરાવી છે. 

જસ્ટિનને મળી રિહાના કરતા વધારે ફી

પીટીઆઈ અનુસાર, 2017 પછી પોતાના પરફોર્મન્સ માટે ભારત આવેલા કેનેડિયન સ્ટાર જસ્ટિન બીબરને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ વેડિંગ ફંક્શન માટે લગભગ 10 મિલિયન ડોલર અથવા લગભગ 83 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. અમેરિકન પૉપ સિંગર જસ્ટિને અનંત-રાધિકાના લગ્ન સંગીત સમારોહમાં પોતાના પર્ફોર્મન્સથી દરેકનું દિલ જીતી લીધું હતું અને તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે.


 

    follow whatsapp