Aamir Khan પહોંચ્યા પોલીસ સ્ટેશન અને નોંધાવી FIR, લોકસભાની ચૂંટણી સાથે છે કનેક્શન

Aamir Khan Registered FIR: બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) એક ફેક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યા છે. આમિર ખાનના પ્રવક્તાએ એક ફેક રાજકીય જાહેરાત (Fake Political Advertisement)ને લઈને વાંધો ઉઠાવ્યો છે.

એક વીડિયોના કારણે દોડતા થયા આમિર ખાન

Aamir Khan Registered FIR

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ફેક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યા આમિર ખાન

point

ફેક વીડિયોને લઈને પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

point

લોકસભા પહેલા ડીપ ફેકનો શિકાર થયા ખાન

Aamir Khan Registered FIR: બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) એક ફેક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યા છે. આમિર ખાનના પ્રવક્તાએ એક ફેક રાજકીય જાહેરાત (Fake Political Advertisement)ને લઈને વાંધો ઉઠાવ્યો છે. સાથે જ ફેક પ્રચાર કરવાની સામે FIR પણ નોંધાવી છે. પ્રવક્તાએ જાહેરાત (Advertisement)વિરુદ્ધ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં આમિર ખાનને ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા એક વિશેષ પાર્ટીનો પ્રચાર કરતા જોઈ શકાય છે. પ્રવક્તાનું કહેવું છે કે આ જાહેરાત (Advertisement) ફેક છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

પ્રવક્તાએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાનના સત્તાવાર પ્રવક્તાએ એક સત્તવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે 'અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમિર ખાને તેમના 35 વર્ષના કરિયરમાં આજ સુધી કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં તેમણે ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા માત્ર જાગૃતિ વધારવાનું કામ કર્યું છે.'

સાયબર ક્રાઈમ સેલમાં કરાઈ ફરિયાદ

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નકલી વીડિયોથી અમે પરેશાન છીએ, જેમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અભિનેતા કોઈ ખાસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યા છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ વીડયો ફેક છે. આ મામલે મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં FIR પણ નોંધાવવામાં આવી છે.'  આ નિવેદનની સાથે પ્રવક્તાએ કહ્યું કે 'આમિર ખાન તમામ દેશવાસીઓને અપીલ કરે છે કે તેઓ બહાર આવે અને મતદાન જરૂર કરે. સાથે જ આપણી ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બને.'
 

    follow whatsapp