પુતિનની ધરપકડનું વોરંટ ઇશ્યું, ICC ના નિર્ણય બાદ જેલેન્સીએ કહ્યું આ તો માત્ર શરૂઆત

Krutarth

17 Mar 2023 (अपडेटेड: Mar 17 2023 4:47 PM)

નવી દિલ્હી : યુક્રેનના રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્ણય રશિયાના આક્રમણ પર…

gujarattak
follow google news

નવી દિલ્હી : યુક્રેનના રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્ણય રશિયાના આક્રમણ પર ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં માત્ર એક પ્રારંભિક પગલું છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તરફથી લેવાયેલો સૌથી મોટો નિર્ણય છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના ન્યાયાધીશોએ યુક્રેનના મામલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યું કર્યું છે.

આ પણ વાંચો

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સીએ નિર્ણય બાદ નિવેદન આપ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મામલામાં કહ્યું, “પુતિન સામે આઈસીસીનું વોરંટ ‘માત્ર શરૂઆત’ છે.” આક્રમણ ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં માત્ર એક પ્રારંભિક પગલું હતું. પુતિન ઘરના મોરચે પણ ઘરે છે. જ્યારે પુતિનના સૈનિકો યુક્રેન પહોંચ્યા, ત્યારે બધાએ આગાહી કરી હતી કે યુક્રેન ટૂંક સમયમાં રશિયાને સમર્પણ કરશે. જો કે હજુ સુધી આવું થતું જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત, યુક્રેન નિશ્ચિતપણે મોરચે છે. આવી સ્થિતિમાં હવે રશિયા અને પુતિનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.અનેક નિષ્ણાતો રશિયાના વિઘટન અને પુતિનના પતનનો અંદાજ લગાવી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડી શકે છે
રશિયાના ભૂતપૂર્વ રાજદ્વારી બોરિસ બોન્દારેવે કહ્યું છે કે, જો પુતિન પોતાની શરતો પર આ યુદ્ધ જીતવામાં સફળ નહીં થાય તો તેમને પદ છોડવાની ફરજ પડી શકે છે. ગત વર્ષે રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ બોન્દારેવે જાહેરમાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ જીનીવામાં રશિયાના રાજદ્વારી મિશનમાં શસ્ત્ર નિયંત્રણ નિષ્ણાત તરીકે કામ કરતા હતા. હવે ચીન સમાધાન માટે જઈ રહ્યું છે. ચીને તાજેતરમાં મુસ્લિમ વિશ્વના બે મોટા દેશો ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વર્ષોની દુશ્મનીનો અંત લાવી દીધો છે. આ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગયા વર્ષના ફેબ્રુઆરીના અંતથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલ કરવા જઈ રહ્યા છે.

જિનપિંગ રશિયાને મુલાકાતે જાય તે પહેલા મોટો ફેરફાર
સોમવારે જિનપિંગ રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ યુક્રેન યુદ્ધમાં સફળતાની રાહ જોઈ રહ્યું છે. વાસ્તવમાં યુક્રેન યુદ્ધ ભલે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મહત્વાકાંક્ષાઓનું યુદ્ધ હોય, પરંતુ તેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી છે.જો કે આઇસીસી દ્વારા લેવાયેલો આ નિર્ણય ખુબ જ ચોંકાવનારો છે. રશિયન રાષ્ટ્રપતિ માટે આ ફડકો છે. જો કે હવે આ અંગે શું કાર્યવાહી થઆય છે તે જોવું રહ્યું.

    follow whatsapp