Jaya Kishori નો પીછો કરતા સ્ટેજ સુધી પહોંચ્યો વ્યક્તિ, છેડતીનો કર્યો પ્રયાસ! આપી જાનથી મારી નાખવાની ઘમકી

પ્રખ્યાત મહિલા કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીનો (Jaya Kishori) પીછો કરવા અને અશ્લીલ ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ

Jaya Kishori Video`

તમામ શહેરોમાં આરોપીઓ સામે કેસ નોંધાયા છે

follow google news

Jaya Kishori video: પ્રખ્યાત મહિલા કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીનો (Jaya Kishori)  પીછો કરવા અને અશ્લીલ ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. લખનઉના હઝરતગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે.

જયા કિશોરીની છેડતી અને જાનથી મારી નાખવાની ઘમકી!

મોટિવેશનલ સ્પીકર  અને કથાકાર જયા કિશોરી મંગળવારે મહિલા હેલ્પ લાઈન 1090ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખનઉમાં સુગરકેન ઈન્સ્ટિટ્યૂટના ઓડિટોરિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓને સશક્ત અને મજબૂત બનાવવા માટે ઘણી ટિપ્સ આપી હતી.

ત્યાર બાદ હોટેલ બિઝનેસમેન દીપેશ ઠાકુરદાસ થાવાણી કાર્યક્રમમાં ગેરકાયદે રીતે પ્રવેશ્યા હતા અને સ્ટેજ પર ચઢી ગયા હતા. ત્યાં તેમણે જયા કિશોરીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે તેમના ભાઈએ નોંધાવી FIR

આ ઘટના બાદ જયા કિશોરી વતી તેના ભાઈ દીપક ઓઝાએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. હઝરતગંજ પોલીસે જણાવ્યું કે, આઈપીસી કલમ 354 ડી અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આરોપી દીપેશ મહારાષ્ટ્રના શિરડીનો રહેવાસી છે. દીપેશની શિરડીમાં મોટી હોટેલ છે. પરિવારના સભ્યો ઘાના, પશ્ચિમ આફ્રિકામાં બિઝનેસ કરે છે. આરોપી વિદેશમાં આવતો-જતો રહે છે અને સોશિયલ મીડિયા પર મહિલા નેરેટરને ફોલો કરે છે.

તમામ શહેરોમાં આરોપીઓ સામે કેસ નોંધાયા છે

આરોપીને જયા કિશોરીના કાર્યક્રમોની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળે છે. આરોપી આગોતરી સૂચના અને નોંધણી વગર સ્થળ પર પહોંચી જાય છે. આરોપી દીપેશ લખનઉમાં જ નહીં પરંતુ હૈદરાબાદ, જયપુર, જલંધરમાં પણ જયા કિશોરીના સ્ટેજ પર પહોંચ્યો હતો. દીપેશ વિરુદ્ધ આ શહેરોમાં પણ કેસ નોંધાયેલા છે.
 

    follow whatsapp