Ajmer News : રાજસ્થાનના પ્રસિદ્ધ અજમેર દરગાહ નજીક એક 4 માળની ઇમારત ધરાશાયી થઇ હતી. આ કાટમાળમાં ચારથી પાંચ લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટના દરગાહના ગેટ નંબર 5 નજીકની છે. અહીં અચાનક એક ઇમારત ધરાશાયી થઇ હતી. માહિતી મળતાની સાથે પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે અને રેસક્યું ઓપરેશન શરૂક રી દેવાયું છે.
ADVERTISEMENT
ઘટનામાં યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ
સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર, એસપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. બીજી તરફ પોલીસની વધારાની ટીમ અને બચાવ દળ પણ ઘટના સ્થળ પર આવી ચુક્યા છે. ઘટના પ્રસિદ્ધ અજમેર દરગાહના ગેટ નંબર 5 નજીકની છે. અહીં અચાનક એક ઇમારત ધરાશાયી થઇ હતી. પ્રસિદ્ધ યાત્રાધામ નજીક ઘટના બનવાના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભાગદોડ મચી ગઇ હતી.
ADVERTISEMENT
