યુવરાજસિંહે એકબાદ એક ધડાધડ ટ્વીટ કરીને યુવાનોને ફરી યાદ કરાવી 2019ની પેપર લીકની એ ઘટના

ગાંધીનગર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાન પહેલા AAP નેતા યુવરાજસિંહે યુવાઓના કેટલાક જૂના ટ્વીટ કરીને ફરીથી 2019માં થયેલા…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાન પહેલા AAP નેતા યુવરાજસિંહે યુવાઓના કેટલાક જૂના ટ્વીટ કરીને ફરીથી 2019માં થયેલા પેપર લીકની ઘટના યાદ કરાવી છે. યુવરાજસિંહે વર્ષ 2019માં થયેલા બિન સચિવાલયની પરીક્ષા વખતે થયેલા પેપરલીકનો મુદ્દો ફરી ઉછાળ્યો છે. તેમણે 2019ના આંદોલન વખતની તસવીરો શેર કરી છે.

શું લખ્યું છે ટ્વીટમાં?
યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યા છે તેમાં બિન-સચિવાયલની પરીક્ષાનું પેપર લીક થયા બાદ યુવાઓએ કરેલા વિરોધ પ્રદર્શનની તસવીરો છે. તેમણે એક બાદ એક 4 જેટલા ટ્વીટ કરીને લખ્યું તે, ક્યારેય નહીં ભૂલું. આ ભ્રષ્ટ સિસ્ટમે માર્ગદર્શકમાંથી આંદોલનકારી બનવા ઉપર મજબૂર બનાવેલ. મારા લાખો મહેનતુ અને સાચા હકદાર યુવાનોનો હક અને મહેનતનો કોળિયો નાલાયક અને ગેરલાયક લોકો છીનવવા માંગતા હતા. સિસ્ટમમાં રહેલ દૂષણ અને સડો જડમૂળમાંથી દૂર કરવાની જવાબદારી તમામ નાગરિકની છે. શું યુવાનો તમને આ દિવસો યાદ છે? આજથી ત્રણ વર્ષ પહેલાંનો આ જ દિવસ (૪-ડિસેમ્બર-૨૦૧૯) #બિન_સચિવાલય પેપર લીક લડાઈમાં ગાંધીનગર ખાતે #આંદોલન કરવા ભાજપ સરકારે મજબૂર કર્યા હતા. લાખો યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં થયા અને કડકડતી ઠંડી માં #ન્યાય અને #પરિવર્તન માટે લડતા હતા.

પેપરલીકની ઘટનાને 3 વર્ષ થયા
નોંધનીય છે કે, 4 ડિસેમ્બર 2019ના રોજ બિન સચિવાલયની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં યુવાનોએ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું હતું. હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા.

પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું પેપર
રાજ્ય સરકારની વિવિધ કચેરીમાં બિન સચિવાલય કારકૂન વર્ગ-૩ની ભરતી માટે 17 નવેમ્બરના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા. ત્યાંથી 17મી નવેમ્બરે સવારે 10 કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા. જોકે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.

    follow whatsapp