અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે . ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. ત્યારે પાલિતાણા બેઠક ભાજપ પાસેથી લઈ લેવા રાજકીય પક્ષો મેદાને છે. ત્યારે આ જંગમાં જનતા કોને વિધાનસભાનો માર્ગ બતાવશે અને કોને હારનો સ્વાદ ચાખડશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT
પાલીતાણાની સ્થાપના 1194માં રજવાડા તરીકે થઈ હતી.આ રાજવાડામાં 91 ગામો આવેલા હતા.બ્રિટિશ શાસન દરમિયાન પાલીતાણાને 9 તોપોની સલામી મળતી હતી.
ધાર્મિક મહત્વ
પાલીતાણાનુ ધાર્મિક મહત્વ ખૂબ જ છે. પાલીતાણા જૈન સમાજના લોકો માટે આ અગત્યનું તીર્થસ્થાન ગણવામાં આવે છે. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જાણવા જેવુ
પાલીતાણાનું નામ વિશ્વભમાં પ્રસિદ્ધ છે. વર્ષ 2014માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ શાકાહારી શહેર બન્યું હતું. પાલીતાણામાં માંસ, માછલી કે ઇંડા વેચવા અથવા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની પણ મનાઇ ફરમાવવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની બેઠક
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. પાલીતાણા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી 102 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર 5 વખત ચૂંટણી જીતી છે. જયારે પાલીતાણાની જનતાએ ભાજપને 5 વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ ઉપરાંત CPI અને JD એક-એક વખત ચૂંટણી જીત્યા છે.
2017નું સમીકરણ
પાલીતાણા બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. 2017માં આ બેઠક પર કુલ 59.27% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે ભીખાભાઈ બારૈયાને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે પ્રવીણભાઈ રાઠોડને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 46.46% એટલેકે 69,479 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 36.97% એટલેકે 55,290 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈયાએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 15 ઉમેદવારો મેદાને રહ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
આ કારણે બેઠક છે ચર્ચામાં
પાલીતાણા બેઠક પર ભાજપને સત્તા ટકાવી રાખવી જરૂરી છે. આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ચૂંટણી જીતી ચુક્યા છે આ ઉપરાંત આ બેઠક પરથી ભીખાભાઇ 14 હજારથી વધુ મતની લીડ સાથે વિજેતા થયા છે. ત્યારે 2017માં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપ સત્તા પર આવ્યું છે. ભાજપ આ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરશે જયારે કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મેદાને ઉતરશે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના રણ મેદાને ઉતરશે.
મતદાર
પાલિતાણા બેઠક પર કુલ 280658 મતદારો છે. જેમાંથી 144950 પુરુષ મતદારો છે જયારે 135706 સ્ત્રી મતદારો છે. જ્યારે અન્ય 2 મતદારો છે.
2022ના ઉમેદવારો
કોંગ્રેસ- પ્રવીણભાઈ રાઠોડ
ભાજપ – ભીખાભાઇ બારૈયા
અપક્ષ- નરશીભાઈ ચૌહાણ
અપક્ષ- ઈબ્રાહીમ સૈયદ
વયસ્થા પરિવર્તન પાર્ટી- સંજય ગોહિલ
આપ- જીણાભાઈ ખેની
રાજકીય ઇતિહાસ
પાલિતાણા વિધાનસભા બેઠકની રચના 1962 માં થઈ હતી. જ્યાં અત્યાર સુધી કુલ 13 ચૂંટણીઓ થઈ છે. જેમાં 5 વખત ભાજપ અને 5 વખત કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે 1-1 વખત સીપીઆઇ, અપક્ષ અને જનતા દળના ઉમેદવારો વજેટ થયા હતા.
બદલાયું સમીકરણ
પાલિતાણા બેઠક પર વિધાનસભાની વાત કરીએ તો વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી.
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1962- કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ઝાલાવાડિયા વિજેતા થયા.
1967- કોંગ્રેસના ઉમેદવાર ડી.જે. પટેલ વિજેતા થયા.
1972- CPIના ઉમેદવાર બટુકરાઈ વોરા વિજેતા થયા.
1975- કોંગ્રેસના ઉમેદવાર કેસરીસિંહજી સરવૈયા વિજેતા થયા.
1980-અપક્ષ ઉમેદવાર નટુભાઈ ડાભી વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર મજીદભાઈ સમા વિજેતા થયા.
1990- જનતા દળના ઉમેદવાર પ્રવિણસિંહ જાડેજા વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર કુરજીભાઈ ગોટી વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર કુરજીભાઈ ગોટી વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ સરવૈયા વિજેતા થયા.
2012- કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડ વિજેતા થયા.
2017 – ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈય વિજેતા થયા
ADVERTISEMENT
