અવસર મતદાનનો: કંકોત્રી પર જ કર્યું આ કામ કે કલેકટરે પણ આપી શાબાશી

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઑ ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો મત મેળવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઑ ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો મત મેળવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના એક જાગૃત નાગરિકે કંકોત્રી પર જ મતદાન જાગૃતિ માટે  “સિંહ” ના ચિન્હ સાથે સંદેશ છપાવ્યો છે.

ગુજરાતમાં ચુંટણીની તારીખ અને એ જ સમયે છે લગ્નની તારીખો પણ છે. મતદાન જાગૃતિને લઈ તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નની સિઝન વચ્ચે ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે ઘરના આંગણે આવેલ પ્રસંગ થકી મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  મતદાન પર અસર થાય એવા સંજોગોમાં જૂનાગઢના એક જાગૃત નાગરિકે કંકોત્રી પર જ મતદાન જાગૃતિ માટે  “સિંહ” ના ચિન્હ સાથે સંદેશ છપાવ્યો છે. જુનાગઢમાં જ ગાંધીગ્રામ માં રહેતા જયંતીભાઈ રવજીભાઈ કાચા એ પોતાની પુત્રી રિયાના લગ્ન 2 ડિસેમ્બરે યોજવાના છે જે અંગે છપાયેલી  કંકોત્રી માં કવર પર “અવસર લોકશાહીનો,અવસર મતદાનનો” જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ઘોષિત કરેલ ચુનાવ ચિન્હ “સિંહ” ને પ્રિન્ટ કર્યો છે.

    follow whatsapp