આજે જંગની રાત, આવતીકાલે 11 મંત્રીઓ સહિત આ દિગ્ગજ નેતાઓના ભવિષ્ય થશે EVM માં કેદ

Niket Sanghani

• 10:31 AM • 30 Nov 2022

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેતી આ ચૂંટણી માટે તંત્ર દ્વારા…

voter list

voter list

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેતી આ ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેવટ સુધી મતદારો નિરસ હોવાથી ઉમેદવારોમાં અજંપો છે છતાં જીત પાકી કરવા આજે છેલ્લી ઘડીને રાજકીય દાવપેચ જામવાની શકયતા છે. આ દરમિયાન  કાલે 11 મંત્રીના ભવિષ્ય EVM માં કેદ થશે. આ સાથે કોંગ્રેસ અને આપના નેતાઓ પર પણ સૌની નજર રહેશે.

આ પણ વાંચો

આવતી કાલે આ જિલ્લામાં થશે મતદાન 
પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે જેમાં તમામ રાજકીય દળના 788 દાવેદાર ચૂંટણી મેદાનામં ઉતર્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 19 જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની બેઠક પર મત નાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાંથી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સામેલ છે.

ભાજપના આ મંત્રીઓના ભવિષ્ય થશે EVM માં કેદ
આવતી કાલે મતદાન છે જેમાં ભાજપના કુલ 11 મંત્રીઓ ચૂંટણી મેદાને છે. જેમાં  જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી,  કિરીટસિંહ રાણા, જીતુ ચૌધરી, મુકેશ પટેલ, વિનુ મોરડીયા, દેવા માલમ, નરેશ પટેલ, કનુ દેસાઇ, રાઘવજી પટેલના ભવિષ્ય EVM માં કેદ થશે અને 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.

કોંગ્રેસના આ નેતાઓ પર રહેશે નજર
પરેશ ધાનાણી, વિક્રમ માડમ, ઈન્દ્રનીલ રાજયગુરૂ, ઋત્વિક મકવાણા, અમરીષ ડેર, લલિત કગથરા, લલિત વસોયા જંગમાં સામેલ છે.

આપના આ ઉમેદવાર પર રહેશે નજર
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથીરીયા વગેરે પર નજર રહેશે.

    follow whatsapp