લાઠી બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ

અમદાવાદ: ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટનો દાવો કરી રહી છે બીજી તરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટનો દાવો કરી રહી છે બીજી તરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સફળતા બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવ તો જયારે પણ ત્રિપાંખિયો જંગ થયો છે ત્યારે નુકશાન કોંગ્રેસને થયું છે. અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધારે છે. અમરેલી જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક પર પાટીદાર આગેવાન ધારાસભ્ય છે. અમરેલી જિલ્લાની લાઠી બેઠકનું સમીકરણ કોને લાવશે સત્તા પર તે જોવાનું રહ્યું.

સમસ્યા
લાઠી, બાબરા તેમજ દામનગરમાં અનેક સમસ્યાઓ છે.બાબરાની વાત કરીએ તો અહીં જીનિગ મિલો ઘણી બધી છે. અગાઉ સરકારના મંત્રીઓ અહીં આવ્યા ત્યારે બાબરામાં જીનિગ ઈન્ડસ્ટ્રી સ્થાપવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ફક્ત વાતો જ થઈ છે. તો લાઠીમા પણ કોઈ ઔધોગિક એકમો નથી જેના લીધે સ્થાનિકોને રોજીરોટી મળે. દામનગરની વાત કરીએ તો અહીં રોડ, રસ્તા, ગટર વગેરે પ્રાથમિક સુવિધાઓનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો પણ વીજળી સહીત રોઝ,ભૂંડ જેવા જંગલી પશુઓના ત્રાસથી પરેશાન છે.

લાઠી બેઠકનું ગણિત
અમરેલી જિલ્લાની લાઠી વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજ તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. વિધાનસભાની લાઠી બેઠકની જનતાએ 2007માં ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા. 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા.

2017ના લેખાં જોખાં
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 21 પુરુષ અને 1 મહિલાઓ મળી કુલ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

વર્ષ 2017માં આ બેઠક પર 61.44% મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના વીરજીભાઈ ઠુમ્મરને 49.94 % એટલેકે 64743 મત મળ્યા હતા. જયારે ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ વસ્ત્રપરાને 42.73 % એટલેકે 55400 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ઠુમ્મર વિજેતા થયા હતા..

9000થી વધુ ની લીડથી થઈ હાર-જીત
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાઠી વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના વિરજી ઠુમ્મરએ ભાજપના ગોપાલ વસ્તાપરાને 9343 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

પાટીદારનું પ્રભુત્વ
આમ અમરેલી જિલ્લો રાજકીય વર્ચસ્વ ધરાવતો જિલ્લો છે અને હાલ અમરેલી જિલ્લાની લાઠી બેઠક પર વીરજી ઠુમ્મર સીટીંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત આ બેઠક પર પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ પણ જીત્યા છે. ભાજપ આ સીટ પરત લેવા વર્ચસ્વની લડાઈ લડશે. કોંગ્રેસ આ સીટ બચાવવા અને ભાજપ આ સીટ ફરી મેળવવા રણનીતિ ઘડશે.

આ બેઠક પર કોળી અને લેઉઆ પાટીદારોનું ખાસું પ્રભુત્વ છે. 1990થી જો આ બેઠકના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મતદારોની પહેલી પસંદગી પાટીદાર ઉમેદવારો રહ્યા છે.

આ રીતે ખોલ્યું ભાજપે ખાતું
1995 બેચરભાઈ ભાદાણીએ આ બેઠક જીતીને ભાજપનું ખાતુ ખોલાવ્યું હતું. બેચરભાઈ ભાદાણી આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. 1995, 98 અને 2002માં તેઓ ભાજપની ટિકિટ પર વિજયી થયા હતા. 2007માં બેચરભાઈ ભાદાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના હનુભાઈ ધોરાજીયા સામે હારી ગયા હતા. 2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

મતદાર
લાઠી વિધાનસભાની બેઠકમાં કુલ 223653 મતદાર છે જેમાં 116157 પુરુષ મતદારો છે જયારે 107496 સ્ત્રી મતદારો છે. અન્ય 0 મતદારો છે.

લાઠી-બાબરા બેઠકની વાત કરીએ તો અગાઉ આ બેઠક બાબરા-વાડિયા  તરીકે ઓળખાતી હતી. કોળી અને લેઉઆ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ 7 અને ભાજપ 4 વખત જીત્યું છે.

2022ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં લાઠી બેઠક પર 7 ઉમેદવાર મેદાને ઉતરી ચૂક્યા છે. આ સાથે જ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્યને રિપીટ કર્યા છે. જુયારે ભાજપે સીઆર પાટીલની રજત તુલાના કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભાજપના સિનીયર કાર્યકર અને કોંગ્રેસથી આવેલા જનક તળાવીયાને મેદાને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ જયસુખ દેત્રોજાને ટિકિટ આપી છે.

આ ઉમેદવારો મેદાને
કોંગ્રેસ- વિરજી ઠૂમર
ભાજપ- જનક તળાવીયા
આપ-જયસુખ દેત્રોજા
અપક્ષ- દિલભાઈ કારેજા
અપક્ષ- મુનભાઈ બાવળિયા
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- જગદીશ માયાણી
રાઇટ ટુ રિકોલ પાર્ટી- જેરામ પરમાર

કોનું પલડું રહ્યું ભારે
1962- INC ના ઉમેદવાર સુમિત્રાબેન ભટ્ટ વિજેતા થયા
1967- INC ના ઉમેદવાર સુમિત્રાબેન ભટ્ટ વિજેતા થયા
1972- INC ના ઉમેદવાર ગોકળદાસ પટેલ વિજેતા થયા
1975- KLP ના ઉમેદવાર માણેકલાલ ભાદાણી વિજેતા થયા
1980- INC (I)ના ઉમેદવાર જીવરાજભાઈ વાગડીયા વિજેતા થયા
1985- INC ના ઉમેદવાર ખોડીદાસ ઠક્કર વિજેતા થયા
1990- JDના ઉમેદવાર ઠાકરસીભાઈ મેતલીયા વિજેતા થયા
1995- BJP ના ઉમેદવાર બેચરભાઈ ભાદાણી વિજેતા થયા
1998- BJP ના ઉમેદવાર બેચરભાઈ ભાદાણી વિજેતા થયા
2002- BJP ના ઉમેદવાર બેચરભાઈ ભાદાણી વિજેતા થયા
2007- BJP ના ઉમેદવાર હનુભાઈ ધોરાજીયા વિજેતા થયા
2012- INCના ઉમેદવાર બાવકુભાઇ ઉંધાડ વિજેતા થયા
2017- INCના ઉમેદવાર વીરજીભાઈ ઠુંમર વિજેતા થયા

 

    follow whatsapp