પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આ સપ્તાહ નિર્ણાયક, 17મીએ ચિત્ર સ્પષ્ટ થશે

અમદાવાદ:  કેન્‍દ્રીય ચૂંટણી પંચે ૩ નવેમ્‍બર જાહેર કર્યા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પહેલા તબક્કાની 89 બેઠકોની ચૂંટણી 1 ડિસેમ્‍બરે છે. તેના માટે…

gujarattak
follow google news

અમદાવાદ:  કેન્‍દ્રીય ચૂંટણી પંચે ૩ નવેમ્‍બર જાહેર કર્યા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પહેલા તબક્કાની 89 બેઠકોની ચૂંટણી 1 ડિસેમ્‍બરે છે. તેના માટે અત્‍યારે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસે રાજ્‍યના 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પહેલા તબક્કાની બેઠકો માટે આ અઠવાડિયુ નિર્ણાયક છે. આવતા સોમવારે ફોર્મ ભરવાની છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાનું ચિત્ર 17મી નવેમ્બરે સ્પષ્ટ થશે

ભાજપની કાલે ચૂંટણી સમિતિની બેઠક 
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક પૂરી થઇ ચૂકી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલને દિલ્હીથી તેડું આવ્યું છે. ત્યારે આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામ નક્કી થશે. ત્યારે ચૂંટણી સમિતિની બેઠક બાદ  ભાજપનું ચિત્ર સ્પષ્ટ થશે.

કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર
કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની રાજયકક્ષા સુધીની પ્રક્રિયા અગાઉથી જ  થઈ ચૂકી છે. કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હજુ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. ત્યારે આ બે દિવસમાં કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી જેર કરશે.

આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારો જાહેર કર્યા
આમ આદમી પાર્ટી પણ તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ ઉમેદવારોની 12 યાદી જાહેર કરી છે. આ સપ્તાહમાં તમામ યાદી જાહેર થઈ  શકે છે.

પ્રથમ 89 બેઠકોમાં કોને ટીકીટ મળે છે તે કોની બાદબાકી થાય છે તેના તરફ ચર્ચાનો દોર ચાલ્‍યો છે. દરરોજ નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે.  પહેલા તબક્કે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મતદાન છે. આ ૮૯ બેઠકોમાં 14  નવેમ્‍બર સુધી ફોર્મ ભરી શકાશે. 15મીએ ચકાસણી થશે, 17મીએ ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે. તે દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે. જ્‍યાં બીજા તબક્કામાં  93 બેઠકોનું મતદાન 5  ડિસેમ્‍બરે છે ત્‍યાં 10  થી 17 નવેમ્‍બર ફોર્મ ભરી શકાશે. 18મીએ ચકાસણી અને 21મીએ ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે. રાજ્‍યના રાજકારણમાં આજથી શરૂ થયેલું અઠવાડીયુ ઉમેદવાર પસંદગીની દૃષ્‍ટિએ નિર્ણાયક બનશે.

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન

  • કચ્છ
  • સુરેન્દ્રનગર
  • જામનગર
  • દેવભુમિ દ્વારકા
  • પોરબંદર
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ગીરસોમનાથ
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • સુરત
  • ભરૂચ
  • નર્મદા
  • તાપી
  • ડાંગ
  • નવસારી
  • વલસાડ

પ્રથમ તબક્કામાં  આ બેઠક પર થશે મતદાન 

    follow whatsapp