અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર મેદાને ઉતારી ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં આજથી પ્રચારની કામગિરિ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છે ત્યારે હવે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે સુરતની 163 લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મોરબી બેઠક પર 17 ઉમેદવારો મેદાનમાં છે.
ADVERTISEMENT
8 ડિસેમ્બરે જાહેર થશે ગુજરાતની સત્તાના સુકાની
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 5 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર થયું હતું. 14 નવેમ્બર સુધી ફોર્મ ભરાયા હતા. 15 નવેમ્બરે ફોર્મ ચકાસણી થઈ હતી. 17 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેચવામાં આવ્યા હતા. 1 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
ADVERTISEMENT
