ચોરીની માટીથી બની રહ્યો છે PM મોદીએ ખાતમૂહુર્ત કરેલ કચ્છનો નેશનલ હાઇવે, અધિકારીઓ મૌન !

કૌશિક કાંઠેચા,કચ્છ:  વર્ષ 2001ના ભૂકંપ બાદ કચ્છ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે. કચ્છની કયા પાલટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો…

gujarattak
follow google news
કૌશિક કાંઠેચા,કચ્છ:  વર્ષ 2001ના ભૂકંપ બાદ કચ્છ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે. કચ્છની કયા પાલટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો ગની શકાય છે. ત્યારે જિલ્લામાં કરોડોના ખર્ચે નિર્માણ પામનાર  59.75  કિલોમીટરના ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટના ચાર માર્ગીય હાઇવેનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજ થી વર્ચ્યુઅલી કરાયું હતું, આ ચાર માર્ગીય નેશનલ હાઇવે નું કામ પુરજોશ માં ચાલી રહ્યું છે, પરંતુ ગઈકાલે કચ્છનાં ખાણ અને ખનીજ વિભાગે ચૂબડક નજીક એક એક માટી ચોરી ઝડપી પાડી છે. જેમાં આ માટી નેશનલ હાઇવે ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટમાં ઉપયોગ લેવાય છે તેવું બહાર આવ્યું છે.
ખાણ ખનીજ વિભાગનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના ચુબડક તેમજ વવાડી ગામે લીઝધારક દ્વારા માટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી. ત્યારે આ પગલે ખાણ-ખનિજ વિભાગે જઇને તપાસ કરતાં 9 જેટલા વાહનો ઝડપી પાડ્યા હતા.
કરોડો રૂપિયાની માટીની કરી ચોરી
લીઝધારક દ્વારા ખેત સુધારણા માટે માટીના ખોદકામની પરિમશન મેળવીને ડુંગરોમાં ખોદકામ કરી નાખીને કરોડો રૂપિયાની માટીની ચોરી કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે મંજૂરી ખેત સુધારણા માટેની હતી, પરંતુ લીઝધારકે ડુંગરો ખોદી નાખ્યા.
તંત્ર દ્વારા થશે માપણી
હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી ક૨વામાં આવશે અને કેટલા પ્રમાણમાં માટીની ચોરી કરવામાં આવી છે અને ખોદકામ તેની પરમિટવાળી જમીનમાં કર્યું છે કે તેની બહાર કર્યું છે તેની ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગાંધીધામ નગરપાલિકા ફરી વિવાદમાં, પ્રમુખ ઈશિતા ટીલવાણી પર શાહી ફેંકાતા મચ્યો હોબાળો

    follow whatsapp