ભાવનગર: રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના યથાવત રહેતા ભાજપને નેતાને ભરોસાની ભાજપ સરકાર પર ભરોસો ન રહેતા રાજીનામું ધરી દીધું છે. ભાવનગર ભાજપના IT સેલના સહ કન્વીનર યગ્નેશ ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ રાજીનામાંનો પત્ર ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષને સોંપી દીધો છે.
ADVERTISEMENT
પેપર લીક મામલે રાજ્યભરમાં યુવાનો સાથે નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. પેપર લીક મામલે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સિવાય કોઈ પણ નેતાએ નિવેદન નથી આપ્યું. ત્યારે આ પેપર લીક મામલે ભાજપમાં નારાજગી શઔ થઈ ચૂકી છે. ભજપના નેતા IT સેલના સહ કન્વીનર યગ્નેશ ત્રિવેદીએ પક્ષનો સાથ છોડ્યો છે. પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે.
જાણો શું લખ્યું છે પત્રમાં
ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાથી વ્યથિત થઈ ભાવનગર ભાજપ આઈટી સેલના સહ કન્વીનર યજ્ઞેશ ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે. તેમણે લખ્યું છે કે. ગુજરાતના લોકોનું હિત અને યુવાઓને ભારતીય જનતા પાર્ટીની લોકહિતલક્ષી વિચારધારા સમજાવી યુવાઓને હિન્દુત્વની અને વિશ્વની સૌથી લોકપ્રિય પાર્ટી ભાજપમાં અમે ત્રણ મહિના પહેલા જોડાયા હતા. જેના ભાગરૂપે અમોએ પ્રમાણિકતા અને વફાદારી સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક કાર્યકર હોદ્દેદાર તરીકે મને સોંપવામાં આવેલી કામગીરી કરી હતી. ઉપરાંત ભાવનગર પૂર્વની સીટ આજદિન સુધી ક્યારેય જીત ન મળી હોય તેવી જીત અપાવવામાં સહભાગી થયા હતા.
પરંતુ અફસોસ સાથે અને દુખની લાગણી સાથે અને કઠણ મને આપને જણાવું છું કે આજથી જ મને સોંપવામાં આવેલી કામગીરી અને હોદ્દા પરતી રાજીનામું આપું છું. અને અગાઉ જેમ હું એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતો હતો તેમ યુવાઓનું હિત વિચારી આગામી સમયમાં આ પ્રકારનું કાર્ય કરતો રહીશ. લોકોને સમજાવીને જે ભારતીય જનતા પાર્ટીને 156 સીટ જીતાવી વિજયી બનાવી તે યુવાવર્ગ મટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે.
અગાઉ પણ વિવિધ સરકારી ઓફિસમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમોએ મુહિમ ઉપાડી હતી અને એક આરટીઆઈ કાર્યકર તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી હતી તે જે દિશામાં અમો આ કામગીરી કરવા ઈચ્છુક છીએ. જેનું એકમાત્ર કારણ વિદ્યાર્થીઓ, ઉમેદવારોના ભાવિ જીવન અંગે થતા ચેડા અમો એક ભાજપના કાર્યકર તરીકે ઉઠાવી ન શકીએ પરંતુ એક નાગરિક તરીકે અને એક શિક્ષિત યુવા તરીકે અમો લોકહિત કરવાનો અને જ્યાં સુધી અમોને જાણકારી છે તે દરેક યોજના લોકો સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરવાનો અને સરકારી સિસ્ટમમાં પોતાના પૈસાનાં જોરો અને વગના જોરે આવવા માગે છે તેની વિરુદ્ધ આજથી જ કાર્ય કરવા હું આપને મારું રાજીનામું સ્વીકારી મુક્ત કરશો તેવી વિનંતી કરું છું.
આ પણ વાંચો: બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રમાંથી મહિલા પોતાની 3 વર્ષની બાળકીને લઈ રફુચક્કર, ગંભીર બેદરકારી
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
