નર્મદામાં પકડાયો લાંચિયો તલાટી, બિલ પાસ કરવા લાંચ માગતો હતો, સરપંચે જબરો પરચો બતાવ્યો

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે તલાટી 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઝાંક ગામના સરપંચે પોતાના જે 15માં…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે તલાટી 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઝાંક ગામના સરપંચે પોતાના જે 15માં નાણાપંચની સરકારની યોજના માં આર.સી.સી રોડ નું કામ કર્યું હતું. જેનું 3,62,000 રૂપિયાનું બિલ હતું. ત્યારે બિલનો ચેક ત્યારે જ મળે છે જ્યારે તલાટી-કમ-મંત્રી જે છે એની પણ સહી ની જરૂર હોય મંજૂરી હોઈ ત્યારબાદ બિલનું ચૂકવણું થતું હોય છે.

રૂ.3.62 લાખનું બિલ પાસ કરવા તલાટીની સહીની જરૂર હતી
આર.સી.સી.ના રોડનું કામ થયું ત્યારે 3,62,000 રૂપિયાનો ચેક સરપંચને મળે તે માટે સહી કરવા પંદર હજાર રૂપિયાની લાંચ તલાટી રિતેશ દેસાઈ માંગી હતી. જેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને સરપંચે કરી હતી. સરપંચે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતા તલાટી જ્યાં રહેતો હતો જ્યાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ACBની ટીમે રંગે હાથ લાંચ લેતા તલાટીને પકડી લીધો
અહીં તલાટી રિતેશ જ્યારે સરપંચના પાસેથી લાંચના પંદર હજાર રૂપિયા લઈ રહ્યો હતો ત્યારે જ ACBની ટીમ ત્રાટકી હતી અન તેને તેને લાંચ લેતા રંગે ઝડપી લીધો હતો. હાલામાં તો આ લાંચિયા તલાટીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી તલાટી ભાડાના મકાનમાં રહેતો હતો અને પોતાના ઘરે જ લાંચના પૈસા લઈને આવવા માટે સરપંચને કહ્યું હતું. ઉલ્લેખનીય છે લાંચ લેતા પકડાયેલા તલાટી મંડાણા ગ્રૂપ ગ્રામ પંચાયતનો તલાટી હતો અને તેની પાસે ઝાંક ગ્રામ પંચાયતનો પણ ચાર્જ હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp