Surat માં વરઘોડામાં 'ડખો', બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો; વાહનોમાં કરાઈ તોડફોડ

Surat News: સુરતમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડામાં ગીત વગાડવાને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે.

સુરતમાં વરઘોડામાં પથ્થરમારો

Surat News

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ડુમસમાં વરઘોડામાં ગીત વગાડવા મામલે બબાલ

point

બે જૂથો વચ્ચે ઘર્ષણ બાદ કરાયો પથ્થરમારો

point

મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા

Surat News: સુરતમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડામાં ગીત વગાડવાને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

ગીત વગાડવા મામલે વરઘોડામાં બબાલ

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવાર મોડી રાત્રે વરઘોડામાં બબાલ થઈ હતી, અહીં રહેતા કોળી પટેલો-ખલાસી સમાજની વચ્ચે પથ્થરમારો થયો હતો. વરઘોડામાં ગીત વગાડવા બાબતે મોડીરાત્રે ગરાસ ફળિયા અને નવાસાથ ફળિયાના યુવકો સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી.

બોલાચાલી બાદ થયો પથ્થરમારો 

ડુમસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો. આ બંને પક્ષ દ્વારા સામ સામે પથ્થરમારો અને હાથમાં આવે આવે તે લાકડા કે અન્ય સામાન એકબીજા પર છુટ્ટા ફેંકાયા હતા. આ દરમિયાન અનેક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. 

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, બાદમાં પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. 

    follow whatsapp