Stock Market: રોકાણકારોને મોજ...શેર બજારમાં શનિવારે રજાના દિવસે પણ થશે ટ્રેડિંગ, નોંધી લો આ તારીખ

શેર બજારમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારે રજા હોય છે, એટલે કે શનિવાર અને રવિવારે શેરની ખરીદી-વેચાણ થતું નથી.

Stock Market News

શનિવારે પણ ખુલ્લુ રહેશે શેર બજાર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર

point

2 માર્ચે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન

point

શનિવારે થઈ શકશે શેરનું ટ્રેડિંગ

Stock Market News: શેર બજારમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારે રજા હોય છે, એટલે કે શનિવાર અને રવિવારે શેરની ખરીદી-વેચાણ થતું નથી. આપને જણાવી દઈએ કે, શેર બજાર સોમવારથી લઈને શુક્રવાર સુધી કામ કરે છે. પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ કહ્યું કે  2 માર્ચ એટલે કે શનિવારે NSE ખુલશે અને આ દિવસે લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. આનો અર્થ એ છે કે તમે 2 માર્ચ શનિવારે પણ શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો. 

20 જાન્યુઆરીએ પણ થયું હતું ટ્રેડિંગ

 


આમાં ઇન્ટ્રાડેમાં કામકાજને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર લઈ જવામાં આવશે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ સ્પેશિયલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ 20 જાન્યુઆરીએ શનિવારના રોજ પણ NSE અને BSE પર સ્પેશિયલ ટ્રેડિંગ થયું હતું.

NSE નું સર્કુલર

 


NSE ના એક સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, 'એક્સચેન્જ શનિવાર, 2 માર્ચ 2024ના રોજ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પ્રાઈમરી સાઈટથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા-ડે સ્વિચની સાથે એક ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરશે'

કેટલા વાગ્યે ખુલશે માર્કેટ?

 

NSEએ જણાવ્યું કે, ટ્રેડિંગ સેશન ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ બંને સેગમેન્ટમાં રહેશે. પ્રથમ સેશન સવારે 9.15થી 10 વાગ્યા સુધીનું રહેશે. બીજું સેશન 11.30થી 12.30 સુધી રહેશે. આ દિવસે પ્રી-સેશન સવારે 9 વાગ્યે યોજાશે. આ પછી બજાર સામાન્ય દિવસોની જેમ સવારે 9:15 વાગ્યે ખુલશે અને સવારે 10 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે. આ પછી ડિઝાસ્ટર રિકવરી સાઇટનું પ્રી-ઓપનિંગ સેશન સવારે 11:15 વાગ્યે થશે. સવારે 11.23 વાગ્યે સામાન્ય માર્કેટ ઓપરેશન શરૂ થશે, તે બપોરે 12.50 વાગ્યા સુધી ચાલુ રહેશે.

    follow whatsapp