Rajasthan Elections : કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આપદા મંત્રી ગોવિંદરામ મેઘવાલના ભાજપને વોટ આપનારા નિવેદન પર વ્યંગ કર્યો છે. શેખાવતે કહ્યું કે, કોંગ્રેસની અંદર ભારે ખેંચતાણ ચાલી રહી છે.
ADVERTISEMENT
Gajendra Singh Shekhawat Taunted Congress
રાજસ્થાનના (Rajasthan) અશોક ગહલોત (Ashok Gehlot) સરકારના આપધા રાહતમંત્રી અને કોંગ્રેસના ચૂંટણી કેમ્પેન કમિટીના અધ્યક્ષ ગોવિંદરામ મેઘવાલ (Govind Ram Meghwal) ઘરે મળવા આવેલા ખેડૂતો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહી ગોવિંદરામ મેઘવાલે ખેડૂતો પર ભડકતા કહ્યું કે, જો મારાથી નારાજ હો તો જતા રહો અને ભાજપને મત આપી દેજો. વાત ખતમ. મંત્રી મેઘવાલ તે સમયે ગુસ્સે થઇ ગયા જ્યારે ગુરૂવારે તેમના જયપુર ખાતેના સરકારી બંગલા પર વિસ્તારના ખેડૂતોનું એક જુથ અને છત્તરગઢને અનુપગઢમાં સમાવવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ચાર મહિનાથી અમે આંદોલન કરી રહ્યા છીએ
મંત્રી મેઘવાલને ખેડૂતોએ કહ્યું કે, સાડા ચાર મહિનાથી અમે આંદોલન કરી રહ્યા છીએ. સરકાર અમારુ જરા પણ સાંભળવા નથી તૈયાર. તેના કારણે ખેડૂતો નારાજ છે. તે અંગે મેઘવાલે કહ્યું કે, નારાજ થઇને જતા રહો અને મત ભાજપને આપી દેજો વાત પુરી.
ગજેન્દ્રસિંહે વ્યંગ કર્યો
કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મંત્રી ગોવિંદરામ મેઘવાલની ભાજપને મત આપવાના નિવેદન પર વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ભારે ફુટ છે. ચૂંટણી બાદ પાર્ટી તુટી પણ શકે છે. ગુરૂવારે ટ્વીટ કરીને શેખાવતે કહ્યું કે સાંભળો કોંગ્રેસી બહેનો-ભાઇઓ, રાજસ્થાન કોંગ્રેસ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ પણ કહી રહ્યા છેકે મત ભાજપને આપજો.
ADVERTISEMENT
