નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા છે. ઠંડીની સીઝનમાં તેમને થોડી તકલીફ અનુભવાતી હતી. જાણકારી મુજબ તેમને આ કારણે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું છે. સોનિયા ગાંધીની સર ગંગારામ હોસ્પિટલમાં પહેલાથી સારવાર ચાલી રહી છે. માહિતી મુજબ યુપીમાં ભારત જોડો યાત્રાથી ફ્રી થઈને રાહુલ ગાંધી આજે સાંજે દિલ્હી આવશે અને પોતાની માતાને હોસ્પિટલમાં મળવા માટે જશે.
ADVERTISEMENT
મંગળવારથી જ સોનિયા ગાંધીની તબિયત ખરાબ!
સોનિયા ગાંધીને હોસ્પિટલમાં એડમિટ કરાયા તે સમયે તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સાથે હતા. મંગળવારથી જ સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોતી, જેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રાના પ્રવેશ કર્યા બાદ સાત કિલોમીટર સુધી ચાલ્યા બાદ પ્રિયંકા ગાંધી સાંજે દિલ્હી પાછા આવી ગયા હતા. બુધવારે સવારે તેઓ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં સામેલ નહોતા થયા.
આ પણ વાંચો: કેપ્ટન હાર્દિક પંડ્યા અને અર્શદીપ ઈજાગ્રસ્ત! જાણો ઈન્જરી કેટલી ગંભીર છે
ગત વર્ષે પણ કોરોના સંબંધિત સમસ્યાના કારણે હોસ્પિટલાઈઝ કરાયા
તાજેતરમાં જ સોનિયા ગાંધી દિલ્હી પહોંચેલી ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. કોરોના સંબંધિત સમસ્યાના કારણે પાછલા વર્ષે જૂન મહિનામાં પણ સોનિયા ગાંધીને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે થોડા દિવસની સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
