કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં દારૂબંધી પેપર પર જ જોવા મળી રહી હોય તેમ ઠેર ઠેર દારૂના વેપલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કચ્છમાં દારૂબંધી સામે સવાલ કરતો વિડીયો વાયરલ થયો છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોઈ સરપંચ પુત્ર દારૂ ખરીદનારને પકડી પોલીસ સ્ટેશન ઢસડી જતા તેનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
પશ્ચિમ કચ્છના એક પોલીસ સ્ટેશનમાં એક એવો વિચિત્ર બનાવ બન્યો. એક યુવક દારૂની થેલીઓ લઈ કચ્છના ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂની થેલીઓ પોલીસ સ્ટેશન ઓફિસર સામે ઠાલવી હતી. કચ્છના માંડવી તાલુકામાં આવેલાં શેરડી ગામના સરપંચ પુત્ર દ્વારા ગામમાં વેચાતા દારૂ મુદ્દે પોલીસ ઇન્સ્પેકટરને જાણ કર્યા છતાંય પોલીસ સ્થળ પર ન પહોંચતા યુવકે ન છૂટકે જનતા રેડ કરી એક યુવકને દેશી દારૂની થેલીઓ સાથે પકડી તેને પોલીસ સ્ટેશન ઢસડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વારાલ થઈ થયો છે.
ADVERTISEMENT
