યુવક પર હુમલો કરનારા લોકકલાકાર દેવાયત ખવડનો વિરોધ, તસવીરો સળગાવી ધરપકડની માગ

Parth Vyas

• 05:16 AM • 11 Dec 2022

સુરેન્દ્રનગરઃ ગુજરાતનો જાણીતો લોકસાહિત્યકાર દેવાયત ખવડ યુવક પર હુમલા બાદ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ લાકડી લઈને તૂટી…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતનો જાણીતો લોકસાહિત્યકાર દેવાયત ખવડ યુવક પર હુમલા બાદ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ લાકડી લઈને તૂટી પડ્યો હતો. તેવામાં હવે ધ્રાંગધ્રાના એંજાર અને કોંઢ ગામ ખાતે દેવાયત ખવડની તસવીરોને સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમના પગલે દેવાયત ખવડ વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ પણ રોષે ભરાયો છે. અત્યારે વિરોધ કરી રહેલા લોકો દેવાયત ખવડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવી રહ્યા છે.

આ પણ વાંચો

તસવીરો સળગાવી વિરોધ
રાજકોટ ખાતે દિવસ દરમિયાન કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. અહેવાલો પ્રમાણે આ યુવક ક્ષત્રિય સમાજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે ધ્રાંગધ્રા તાલુકાના અંજાર અને કોંઢ ગામે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે દેવાયત ખવડની તસવીરો સળગવાની વિરોધ શરૂ કર્યો છે.

એકપણ સ્થળે પ્રોગ્રામ નહીં થવા દઈએ..
ક્ષત્રિય સમાજના યુવકોએ દેવાયત ખવડની તસવીરો સળગાવી દીધી છે. એટલું જ નહીં તેમણે ધ્રાંગધ્રામાં એકપણ સ્થળે દેવાયત ખવડનો પ્રોગ્રામ નહીં થવા દઈએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આની સાથે વિરોધ કરનારા લોકોએ દેવાયત ખવડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરી છે.

જાણો સમગ્ર ઘટનાક્રમ…
લોકસાહિત્યકાર દેવાયત ખવડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જેમાં તેઓ બે વ્યકિત સાથે મળીને મયુરસિંહ રાણા નામના યુવક પર લાકડી લઈને તૂટી પડે છે. મયુરસિંહ ઓફિસથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા, આ દરમિયાન જ કાર લઈને આવેલા દેવાયત ખવડ અને તેમની સાથેની બે વ્યક્તિએ મયુરસિંહના હાથ-પગ પર લાકડીના ફટકા માર્યા હતા. અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ પાર્કિંગની માથાકૂટ મુદ્દે સામ સામે આવી ચૂક્યા હતા. જોકે તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

With Input: સાજિદ બેલિમ

    follow whatsapp