નાતાલ અને 31stએ દારૂની હેરાફેરી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જાણો વિગતવાર

Parth Vyas

• 05:25 AM • 25 Dec 2022

નરેન્દ્ર પેપરવાલા/ નર્મદા: ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો એટલે કે નર્મદા. હાલ 25મી ડિસેમ્બરના દિવસે નાતાલનો પર્વ અને 31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની પાર્ટી છે. જેથી…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/ નર્મદા: ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો એટલે કે નર્મદા. હાલ 25મી ડિસેમ્બરના દિવસે નાતાલનો પર્વ અને 31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની પાર્ટી છે. જેથી ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની આ મહત્ત્વની સાગબારા-ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ચેકિંગ કરવા LCB, SOGની ટીમોને કામે લગાડી દીધી છે. અહીં તેઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો

નર્મદા જીલ્લો ગુજરાતની બોર્ડર પર..
નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ન આવે એ માટે ચેકપોસ્ટ પર કડક હાથે ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે. બુટલેગરો પણ આ સિઝનમાં જોરદાર સક્રિય બનતાં હોય છે. વળી નર્મદા જિલ્લાની વાત કરીએ તો એ ગુજરાતની બોર્ડર પર છે.

નર્મદા બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત..
આ બોર્ડરથી કોઈપણ જાતના નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કામ કરે છે. વળી અહીં જિલ્લામાં પણ નાગરિકો નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    follow whatsapp