હસમુખ પટેલ, સાબરકાંઠા: ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી હોવાના અને પોલીસ જ બુટલેગરોને છાવરતી હોવાના અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે પોલીસ કર્મચારીઓ દ્વારા જ રાજ્યની દારૂબંધી પર સવાલ ઊભા થાય તેવું કારસ્તાન કર્યું છે. અરવલ્લી તેમજ સાબરકાંઠા ની ખાખી વર્દીને દાગ લાગ્યો છે. તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ જ દારુ ની હેરાફેરી કરતા ઝડપાયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં પોલીસ પર અનેક વખત સવાલો ઉઠયા છે. ત્યારે અરવલ્લી તેમજ સાબરકાંઠાની ખાખી વર્દીને દાગ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. તલોદના રણાસણ નજીકથી
દારૂ ઝડપાયો છે. અને આ દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલ જ ઝડપાયો છે. ત્યારે પોલસ પર અનેક સવાલો ઉઠયા છે
દારુ આપનાર અને હેરાફેરી કરનાર બંને પોલીસ કર્મી
એસઓજીએ બાતમી આધારે રણાસણ પાસે સ્કોર્પિઓ કાર ઝડપી પાડી હતી. કારની તલાશી લેતા દારુ ઝડપાયો છે. વધુ વિગત લેતા મોટો ખુલાસો થયો છે. મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી દારૂ ની ખરીદી કરવામાં આવી હતી. ત્યારે દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી સહિત ચાર સખ્શો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ વિભાગમાં હડકંપ
રાજ્યમાં દારૂબંધી સામે સવાલો ઊભા કરનાર પોલીસ કર્મી રોહિત ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ વિજય પરમારની ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દારૂની હેરફેરમાં 35 હજારનો દારુનો જથ્થો ગાંધીનગરના હાલીસા ગામે બુટલેગરને પહોંચાડવાનો હતો. ત્યારે આ મામલે પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે.
કાલે જ 3 અધિકારીઓ થયા સસ્પેન્ડ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જ દિવસમાં રાજ્યના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ભરૂચ એસપી દ્વારા પણ જાસૂસી કરવાના આરોપમાં બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શંકાસ્દ ભૂમિકાને લઈને પીઆઈ સસ્પેન્ડ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ વિભાગના ભ્રષ્ટાચારીઓ સામે એક્શન મોડમાં છે. ગૃહમંત્રાલય દ્વારા પોલીસ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઈ જી.એચ.દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યાદે પીઆઈ દહિયાની કબુતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી સાથે સાંઠગાંઠ તેમજ કબુતરબાજી કેસમાં દહીયાએ ગોઠવણ કર્યાોનો પણ આરોપ છે. તેમજ મનપસંદ જીમખાનામાં જુગારધામને લઈને પણ પોલીસની ભૂમિકા શંકાસ્પદ અને બોગસ પાસપોર્ટ કેસમાં બોબીની તપાસ સ્ટેટ મોનિંટરીંગ સેલની પીઆઈ દહિયા પાસે હતી. પીઆઈ દહિંયા સામે થયેલા આક્ષેપો તેમજ તેમની તપાસમાં શંકાસ્પદ ભૂમિકાને લઈને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
