PM મોદી ગુજરાત પ્રવાસે, કપરાડામાં જાહેર સભા સંબોધશે; સમૂહ લગ્ન કાર્યક્રમમાં આપશે હાજરી

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. તેવામાં ચૂંટણીના બ્યૂગલ વાગ્યા પછી આજે રવિવારે વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાત…

gujarattak
follow google news

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. તેવામાં ચૂંટણીના બ્યૂગલ વાગ્યા પછી આજે રવિવારે વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ કપરાડામાં જાહેર સભાના સંબોધન કરશે. તથા ભાવનગર ખાતે એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં પણ હાજરી આપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી આવ્યા છે. નોંધનીય છે કે અત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ કાંટાની ટક્કર થવા જઈ રહી છે. ત્યારે ભાજપની રણનીતિ પણ ઘણી આક્રમક લાગી રહી છે.

વડાપ્રધાન મોદી માટે સુરક્ષાની તૈયારીઓ કરાઈ…
વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે અત્યારે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ્સના આધારે 23થી વધુ PI, 130થી વધુ PSI તથા 1 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો, 5 SP, 13 DySP સુરક્ષાના હેતુથી એક્ટિવ થઈ ગયા છે. તેમના દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ સ્થળોની ચકાસણી અને રૂટની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તજવીજ હાથ ધરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આની સાથે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાવનગરના કાર્યક્રમમાં વડાપ્રધાન રહેશે હાજર
ભાવનગરમાં એક સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મોટાભાગે પાટીદાર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, જેમાં તમામ દીકરીઓ એવી છે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આવી દીકરીઓને લગ્નમાં માતા પિતાની ગેરહાજરીના ખૂંચે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

દીકરીઓને 2 લાખથી વધુનો કરિયાવર મળશે
આ સમુહ લગ્નનું આયોજન ઉદ્યોગપતિ સુરેશ લાખાણીએ કર્યું છે. જેમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અનેક દીકરીઓના લગ્ન કરાશે. આ ઉપરાંત પ્રત્યેક દીકરીને લગભગ 2 લાખ રૂપિયાથી વધુનું કરિયાવર ભેટમાં પણ અપાશે.

    follow whatsapp