સંસદમાં સુરક્ષા ચૂકનો મામલો : રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, TMC સાંસદ Derek O’Brien સસ્પેન્ડ

kenil somaiya

• 07:31 AM • 14 Dec 2023

Parliament security breach : સંસદમાં સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં હંગામો મચાવી રહ્યા છે, જેને…

gujarattak
follow google news

Parliament security breach : સંસદમાં સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં હંગામો મચાવી રહ્યા છે, જેને જોતા બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભામાં હોબાળો મચાવનાર TMC સાંસદ ડેરેક ઓ બ્રાયનને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ડેરેક ઓ’બ્રાયનને ગૃહમાંથી કર્યા સસ્પેન્ડ

રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે ગેરબંધારણીય વર્તન માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસભાના અધ્યક્ષ અનુસાર, ડેરેક ઓ’બ્રાયન ગૃહના વેલમાં ઘૂસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી હતી. તેથી તેમને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો

આ પહેલા લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે. લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે કે હું તેમની સાથે બેસીને ચર્ચા કરીશ. સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી. ઓમ બિરલાએ કહ્યું કે, સરકાર સચિવાલયના કામમાં હસ્તક્ષેપ કરતી નથી.

લોકસભામાં રક્ષામંત્રીએ આપ્યો જવાબ

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે લોકસભામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ગઈકાલની ઘટનાની દરેકે નિંદા કરી છે.આ અંગે સ્પીકરે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સાંસદોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એવા લોકોને પાસ ન આપીએ જે ગૃહની અંદર અરાજકતા ફેલાવી શકે. સ્પીકરે આ ઘટનાને તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.

    follow whatsapp