ક્રિકેટમાં હવે અદાણી ગ્રુપની એન્ટ્રી, મહિલા IPL ની પાંચ ટીમનું ઓક્શન પૂર્ણ

અમદાવાદ: પુરૂષ IPLની ભવ્ય સફળતા બાદ હવે BCCI ભારતમાં મહિલા IPL ની શરૂઆત કરવા જઈ રહ્યું છે. વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ હવે ભારતમાં મેચ…

gujarattak
follow google news

અમદાવાદ: પુરૂષ IPLની ભવ્ય સફળતા બાદ હવે BCCI ભારતમાં મહિલા IPL ની શરૂઆત કરવા જઈ રહ્યું છે. વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ હવે ભારતમાં મેચ રમતા જોવા મળશે. BCCIએ મહિલા IPLની ટીમોના ઓક્શનનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદની ટીમ પર સૌ કોઈની નજર હતી. ત્યારે અમદાવાદની ટીમ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે.

2023ની મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો રમશે જેનું વેચાણ પણ થઈ ગયું છે. જેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉનો સમાવેશ થાય છે. ઘણી મોટી કંપનીઓએ આ ટીમોને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.

પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ
પાંચ મોટી કંપનીઓએ મહિલા  IPL ની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં ખરીદી છે , મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં ખરીદી છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં ખરીદી છે.  જ્યારે   જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં  ખરીદી છે. અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્કની ભરતીમાં સેટિંગ અત્યારથી શરૂ! યુવરાજસિંહે કહ્યું સરકારને કોઇ રસ જ નથી

માર્ચમાં શરૂ થશે ટુર્નામેન્ટ 
આ વર્ષે માર્ચમાં પ્રથમ વખત શરૂ થનારી આ નવી ટૂર્નામેન્ટ માટે BCCIને ઘણી કંપનીઓ પાસેથી બિડ મળી હતી, ત્યારબાદ બીસીસીઆઈએ બુધવારે 5 સૌથી વધુ બોલી લગાવનાર ફ્રેન્ચાઈઝીના નામની જાહેરાત કરી હતી. આ હરાજીમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌ શહેરોને ફ્રેન્ચાઈઝી મળી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp