નાસા (NASA)નું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. IM-1 મિશનની સપાટી પર રિલેટિવ ડાયનેમિક્સની સાથે સ્વામી મહારાજની તસવીરો અને કાર્યોને કોતરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રમુખ સ્વામીને અપાઈ અનોખી રીતે શ્રદ્ધાંજલિ
સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યને સમર્થન આપવાનો આ એક પ્રયાસ છે. નાસાના IM-1 મિશન હેઠળ લૉન્ચ કરવામાં આવેલ આ અવકાશયાન 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે આ કોતરણી
ઈન્ટ્યૂટિવ મિશન્સે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા લખ્યું કે, રિલેટિવ ડાયનેમિક્સ સાથેના સંકલનમાં બનાવવામાં આવેલું IM-1 મિશન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આ કોતરણી સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે, જેમણે નિઃસ્વાર્થ સેવાંના સાર્વત્રિક માનવ મૂલ્યની હિમાયત કરી હતી.
ADVERTISEMENT
